GSTV
India News ટોપ સ્ટોરી

મોટા સમાચાર: યુપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહને લઈને આવ્યા દુ:ખદ સમાચાર, પરિવારના લોકો પહોંચી રહ્યા છે હોસ્પિટલ

યુપીના પીર્વ સીએમ કલ્યાણ સિંહની તબિયત નાજૂક છે. શ્વાસ લેવામાં તકલીફ બાદ તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. તે છેલ્લા કેટલાય સમયથી લખનઉ પીજીઆઈમાં ભરતી છે. શનિવારે તેમની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેમને ક્રિટિકલ કેયર મેડિસિન વિભાગમાં ડોક્ટર્સે વેંટિલેટર પર રાખવાની સલાહ આપી હતી.

કલ્યાણ સિંહને શનિવારથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જે બાદ તેમની તબિયત અત્યંત નાજૂક બતાવાઈ છે. તો વળી પીજીઆઈ ડોક્ટર્સનું કહેવુ છે કે, પૂર્ વસીએમની હાલત સ્થિર છે. હાલ આઈસીયુમાં ભરતી છે. ડોક્ટર્સની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. તેમના પરિવારના લોકોના પણ હોસ્પિટલમાં બોલાવી લીધા છે.

પૂર્વ સીએમ કલ્યાણ સિંહની હાલત નાજુક છે


જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રીની તબિયત ખરાબ હોવાના સમાચાર મળતા જ સીએમ યોગી આદિત્યનાથ પણ રવિવારે તેમને મળવા પીજીઆઈ પહોંચ્યા હતા.હોસ્પિટલ પહોંચ્યા પછી સીએમ યોગીએ તેમની તબિયત વિશે પૂછપરછ કરી. આ દરમિયાન મંત્રી સુરેશ ખન્ના અને કલ્યાણસિંહના પૌત્ર સંજીવ સિંહ પણ હાજર રહ્યા હતા. છેલ્લા 15 દિવસમાં સીએમ યોગી પૂર્વ સીએમ કલ્યાણ સિંહની સંભાળ લેવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

પૂર્વ સીએમ કલ્યાણસિંહે હાથ જોડીને સીએમ યોગીને કહ્યું હતું કે તેઓ તેમની ખૂબ સેવા કરે છે. જે બાદ મુખ્યમંત્રીએ પણ તેમની સામે હાથ જોડ્યા હતા. તમને જણાવી દઈએ કે કલ્યાણ સિંહ લાંબા સમયથી બીમાર હતા. અનિયંત્રિત બ્લડ સુગર અને બીપી વગેરેની ફરિયાદ બાદ તેમને 21 જૂને લખનૌની લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

READ ALSO

Related posts

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu

હેરીટેજ વારસાના જતનમાં કોર્પોરેશન તંત્રની ઘોર બેદરકારી, એલિસબ્રિજના મરામતની કામગીરી કાગળ પર; હાલત સાવ જર્જરીત

GSTV Web Desk
GSTV