GSTV
India News Trending

દિલ્હી વાયા યુપી / દિલ્હીની ગાદી પર બેસવું હોય તો ઉત્તર પ્રદેશથી થવું પડે છે પસાર, PM મોદીની પણ આ રસ્તે જ ગોડી દોડી

દિલ્હી

રાજનીતિ આમ તો સમાજસેવા માટે હોય છે. પણ રાજનીતિ જેવો કોઇ બિઝનેસ નથી. આ વાત યુપીમાં યથાર્થ સાબિત થાય છે. કેમકે મોટા ઉદ્યોગો અને રોજગારીના અભાવના કારણે રાજનીતિ જ યુપીની એક ઓળખ બની ગઇ છે.

ઉત્તર પ્રદેશ એક એવું રાજય જ્યાં રાજનીતિ જ સૌથી મોટો ઉદ્યોગ છે. યુપીની સિયાસત એવી છે કે અહીં ક્રાઇમ અને કૂટનીતિ એકબીજાના પર્યાય છે. અહીંની વિધાનસભામાં ધારાસભ્યોએ માઇકનો પથ્થરની જેમ ઉપયોગ કરે છે. તો અહીં બાહુબલી નેતાઓનું જ વધારે વર્ચસ્વ જોવા મળે છે. રાજકીય કહેવત પ્રમાણે રાયસીના હિલ્સનો રસ્તો લખનૌ થઈને જાય છે.

સાઉથ બ્લૉકમાં જે 14 પુરુષો અને એક મહિલાએ વડા પ્રધાન તરીકે કામ કર્યું એમાંના 8 ઉત્તર પ્રદેશમાંથી આવ્યા છે. પીએમ મોદીની ગણતરી કરીએ તો તેમનો ક્રમાંક નવો આવે છે. પીએમ મોદીને આ સૂચિમાં સામેલ કરવા પાછળનો તર્ક એ છે કે તેઓ વારાણસીથી ચૂંટાઈને લોકસભામાં ગયા છે. તેઓ સરળતાથી ગુજરાતમાંથી ચૂંટાઈને લોકસભામાં પહોંચી શકે એમ હતા પરંતુ એમને પણ અંદાજ હતો કે ભારતના રાજકારણમાં ઉત્તર પ્રદેશનું જેટલું સાંકેતિક મહત્વ છે એટલું કદાચ બીજા એક પણ રાજ્યનું નથી.

ઉત્તર પ્રદેશ જ્યાં ભારતની વસ્તીના સાતમા ભાગની વસતી એકમાત્ર આ રાજ્યમાં રહે છે. એટલું જ નહીં, જો એ એક અલગ દેશ હોત તો વસ્તીની સંખ્યાની દૃષ્ટિએ ચીન, ભારત, અમેરિકા, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ પછી દુનિયામાં એ છઠ્ઠા નંબરે હોત. પ્રાદેશિક દ્રષ્ટીએ પણ યુપીનું મહત્વ છે કેમકે ત્રિવેણી, ઉત્તર પ્રદેશમાં છે. કાશી, મથુરા, અયોધ્યા અને ગંગા અને યમુના ઉત્તરપ્રદેશમાં છે. આમ ઉત્તર પ્રદેશની ધરતી પ્રિ–ઇસ્લામિક સંસ્કૃતિનો ગઢ રહી છે. આ રીતે એને ભારતની રાજસત્તાનું મેલ્ટિંગ પૉટ કે સૅલેડ બાઉલ કહી શકાય. મહત્વનું એ નથી કે અહીંથી 80 સભ્યો સંસદમાં જાય છે, મહત્વનું એ છે કે 5,000 વર્ષ જૂના આ દેશની આ ભૂમિ એક સિવિલાઇઝેશનલ ડેપ્થ અર્થાત્ સભ્યતાગત ઊંડાણ પ્રદાન કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV