GSTV

ઉત્તર પ્રદેશ ચૂંટણી / કોરોનાકાળમાં અખિલેશ યાદવને ભીડ ભેગી કરવી પડી ભારે, સપાના 2500 નેતાઓ સામે FIR

સપા

Last Updated on January 14, 2022 by GSTV Web Desk

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ચૂંટણી પંચ દ્વારા રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 15 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. પરંતુ આજે લખનૌ સમાજવાદી પાર્ટીની ઓફિસની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સપાએ તેને વર્ચ્યુઅલ રેલીનું નામ આપ્યું, પરંતુ ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગડા ઉડાવવામાં આવ્યા અને કોઈ કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નહતું. હવે સપા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. કુલ 2500 કાર્યકર્તાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

સપા

સીઆરપીસીની કલમ 144 હેઠળ એસપી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનર ડીકે ઠાકુરે કહ્યું કે સમાજવાદી પાર્ટીના અઢી હજાર નેતાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં 269 270 144 એપિડેમિક એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પહેલા વીડિયોગ્રાફી કરવામાં આવી, ત્યારબાદ તેમની ઓળખ કરવામાં આવી અને પછી કેસ નોંધવામાં આવ્યો.

અત્યાર સુધી આ વિવાદ પર સમાજવાદી પાર્ટી દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ભાજપે તેને મોટો મુદ્દો બનાવ્યો છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ ભારપૂર્વક જણાવ્યું છે કે સપાએ કોરોના સમયગાળા દરમિયાન ચૂંટણી પંચના નિયમોની મજાક ઉડાવી છે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે લખનૌ જિલ્લા અધિકારી અભિષેક પ્રકાશે પણ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યક્રમ માટે સપા દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવી નહતી. આ કાર્યક્રમની માહિતી મળતાં જ પોલીસને સપા ઓફિસ ખાતે મોકલી આપવામાં આવી હતી અને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજે સપાએ લખનૌમાં સ્વામી પ્રસાદ મૌર્યને લઈને એક મોટો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. સ્વામી ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. આવી સ્થિતિમાં મોટો રાજકીય સંદેશ આપવા માટે ભારે ભીડ પણ ઉમટી પડી હતી અને ભાજપ પર પણ આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સ્વામીથી લઈને અખિલેશ યાદવ સુધીના દરેક દિગ્ગજોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આગામી ચૂંટણીમાં સપાને પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે જ્યારે ભાજપનો સૂપડો સાફ થશે તેવો દાવો કર્યો છે. અખિલેશ યાદવે તો ત્યાં સુધી કહ્યું કે કોઈએ વિચાર્યું પણ નહોતું કે ચૂંટણી આ રીતે થશે.

હવે વર્ચ્યુઅલ રેલીની વાત છે કે આપણે ડિજિટલ પ્લેટફોર્મ પરથી આપણા વિચારો વ્યક્ત કરવાના છે. એ વાત સાચી છે કે આપણે વર્ચ્યુઅલ અને ડીજીટલ અંગેની વસ્તુઓ જાણીએ છીએ, પરંતુ આપણા કાર્યકરોમાં જે શક્તિ છે તેની સાથે કોઈ મુકાબલો કોઈ કરી શકે એમ નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!