GSTV
India News Trending

યુપી ચૂંટણી / મુખ્યમંત્રીના ચહેરા પર યુટર્ન મામલે માયાવતીએ પ્રિયંકા ગાંધી પર સાધ્યું નિશાન, કોંગ્રેસને લઈને કહી આ વાત

માયાવતી

માયાવતીએ પ્રિયંકા ગાંધીને પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈ એવું નિવેદન કર્યું કે કોંગ્રેસની હાલત એટલી ખરાબ છે કે, સીએમના ઉમેદવારનું નામ જાહેર કર્યાના થોડા સમયમાં જ પોતાનું સ્ટેન્ડ બદલાવી નાખ્યું. જેથી કોંગ્રેસને વોટ આપી પોતાનો વોટ ખરાબ ન કરવાની સલાહ આપી હતી. તેમણે લોકોને બીએસપીને વોટ કરવા અનુરોધ કર્યો હતો.

માયાવતી

માયાવતીનો ઈશારો પ્રિયંકા ગાંધીના નિવેદન પર હતો. પ્રિયંકા ગાંધીએ અને રાહુલ ગાંધીએ યુવાનો માટે ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. જે દરમિયાન પત્રકારો દ્વારા કોંગ્રેસના સીએમના ઉમેવારના ચહેરા વિશે પુછતાં પ્રિયંકા ગાંધીએ જવાબ આપતા કહ્યું કે, અહીં બીજું કોઈ દેખાઈ રહ્યું છે શું?. થોડા સમય બાદ તેમણે પોતાના નિવેદન પરથી પલટી મારી હતી કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પક્ષનો સીએમ માટે કોઈ ચહેરો નથી.

પ્રિયંકા ગાંધીનો યુ ટર્ન

કોંગ્રેસના યુવા ચૂંટણી ઢંઢેરાના એલાન દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રીનો ચહેરો તેઓ જ છે. તેમના આ નિવેદન બાદથી ના માત્ર તેમની પાર્ટી પરંતુ વિપક્ષી પાર્ટીઓની વચ્ચે પણ એ વાત ચર્ચાનો મુદ્દો બની ગઈ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

Video/ સ્કૂટીને હલાવી સ્ટાઇલ મારી રહ્યો હતો વ્યક્તિ, 10 સેકન્ડ પછી જ છોલાઈ ગયા ઘૂંટણ

Hemal Vegda

રાહુલની મુલાકાતમાં એક મહિના પછી કેમ પહોંચ્યા સોનિયા ગાંધી? જાણો કેવી રીતે કામ કરશે ચૂંટણીનું ગણિત

Hemal Vegda

સફેદ પાવડરના કાળા કારોબારનો પર્દાફાશ / ઈરાનની બોટમાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ, NCB-નેવીનું સંયુક્ત ઓપરેશન

Hardik Hingu
GSTV