GSTV
India News ટોપ સ્ટોરી

UP Election: સમાજવાદીનું પ્રથમ લીસ્ટ જાહેર, પાર્ટીના દિગ્ગજ નેતા આઝમખાન રામપુરથી લડશે ચૂંટણી! કાંટાની ટક્કર રહેશે

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે. પ્રથમ લિસ્ટમાં 159 ઉમેદવારોના નામ શામેલ છે. આ લિસ્ટમાં અખિલેશ યાદવનું પણ નામ શામેલ છે. અખિલેશ યાદવ મૈનપુરીની કરહલ બેઠક પરથી ચૂંટણી લડશે. ત્યારે બીજી તરફ સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનને પાર્ટીએ રામપુરથી મેદાન પર ઉતાર્યા છે. જ્યારે કે તેમના પુત્ર અબ્દુલ્લાહ આઝમ ખાન સ્વાર બેઠક પરથી પોતાની દાવેદારી રજુ કરશે.

સ્વામી પ્રસાદ મૌર્યના પુત્રનું નામ એસપીની પ્રથમ યાદીમાં નથી

એસપીએ 159 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં મનોજ પાંડેને ઉંચાહરથી ટિકિટ આપવામાં આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપમાંથી સપામાં આવેલા સ્વામી પ્રસાદ મૌર્યે આ બેઠક પરથી તેમના પુત્ર માટે ટિકિટ માંગી હતી.

સમાજવાદી પાર્ટીએ કૈરાના સીટ પરથી નાહિદ હસનને ટિકિટ આપી છે, જે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. નાહિદ હસન ગેંગસ્ટર એક્ટ હેઠળ જેલમાં છે. જ્યારે બીજી તરફ જસવંત નગરથી શિવપાલ યાદવ, નાકુરથી ધરમ સિંહ સૈની, સહારનપુર દેહતથી આશુ મલિક, મંતથી સંજય લાથેર, બરેલી કેન્ટથી સુપ્રિયા એરોન, ઉંચાહરથી મનોજ પાંડે, ઘાટમપુરથી ભગવતી સાગર, તિંદવારીથી બ્રજેશ પ્રજાપતિ ચૂંટણી લડશે.

READ ALSO

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

Anemia in Indian Population : રક્તકણની ઉણપ ધરાવતા દેશના બાળકોમાં 9%નો વધારો, 67% બાળકો એનિમિક; નેશનલ હેલ્થ સર્વેમાં ખુલાસો

GSTV Web Desk

અમેરિકા અમને બદનામ કરવાનું બંધ કરે ‘બીજા શીતયુદ્ધ’ની ટીકા સામે ચીનનો વળતો પ્રહાર

GSTV Web Desk
GSTV