GSTV
India News ટોપ સ્ટોરી

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

ભાજપ

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ગોરખપુર સિટી અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને સિરાથૂ બેઠક પરથી મેદાનમાં ઉતારવાનો ભાજપનો નિર્ણય ચર્ચાના એરણે છે. ત્યારે ભાજપની પહેલી યાદીમાં એવા ત્રણ નામ પણ હતા કે જેમણે ચૂંટણી વિશ્લેષકો અને રાજકીય નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. તે નામ છે બેબી રાની મૌર્ય, જયવીર સિંહ અને સહેંદર સિંહ રમાલા.

ભાજપ

કેશવ પ્રસાદ મૌર્ય જાટવ સમુદાયમાંથી આવે છે. જે દલિતોની ઉપજાતિ છે. જેમાંથી બીએસપી પ્રમુખ માયાવતી પણ આવે છે. એક સમયે બીએસપીમાં નામના ધરાવનારા જયવીર સિંહે યોગી આદિત્યનાથ માટે રસ્તો બનાવવા યુપી વિધાન પરિષદમાંથી રાજીનામુ ધરી દીધુ હતુ. સહેંદર સિંહ રમાલા પણ જાટ નેતા છે. જેમણે 2018માં ભાજપમાં સામેલ થવા માટે રાષ્ટ્રીય લોકદળમાંથી રાજીનામું આપ્યું હતુ.

જાણકારો આ ઉમેદવારોની જાહેરાતને દલિત-જાટ-ઠાકુર જ્ઞાતિના સામાજિક ગઠબંધન તરીકે નિહાળે છે. વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમી યુપી રાજકીય પક્ષો માટે ઘણું જ મહત્વપૂર્ણ છે. જેમાં ભાજપે સપા અને આરએલડીના ગઠબંધનનો સામનો કરવાનો છે. સપાને મુસ્લિમ સમુદાય તરફથી સમર્થન મળતું દેખાઈ રહ્યું છે. જ્યારે કે આરએલડી જાટ મતદારોમાં મજબૂત આધાર ધરાવે છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બેબી રાની મૌર્ય આગ્રા-ગ્રામ્ય અનામત બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ભાજપના ધારાસભ્ય હેમલતા દિવાકર કુશવાહાનું સ્થાન લેશે. સૂત્રોનું કહેવું છે કે આગ્રાથી બેબી રાની મૌર્યને ચૂંટણી જંગમાં ઉતારીને ભાજપ તે દલિત મતદારોને પોતાના પાલામાં લાવવા ઈચ્છે છે કે જે માયાવતીની બીએસપીની સાથે હતા.

અલીગઢની બરૌલી વિધાનસભા બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય દલવીર સિંહના સ્થાને જયવીર સિંહને રિપ્લેસ કર્યા છે. 2017માં યોગી માટે સીટ ખાલી કર્યાના તુરંત બાદ જયવીર સિંહ 2018માં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ માટે ચૂંટાયા હતા. બાગપત જિલ્લાના છપરૌલીથી વર્તમાન ધારાસભ્ય સહેન્દર સિંહ રમાલા 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનારા આરએલડીના એક માત્ર ધારાસભ્ય હતા. પરંતુ ભાજપમાં તેમના પક્ષપલટાથી આરએલડીને મોટો ફટકો પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

Anemia in Indian Population : રક્તકણની ઉણપ ધરાવતા દેશના બાળકોમાં 9%નો વધારો, 67% બાળકો એનિમિક; નેશનલ હેલ્થ સર્વેમાં ખુલાસો

GSTV Web Desk

અમેરિકા અમને બદનામ કરવાનું બંધ કરે ‘બીજા શીતયુદ્ધ’ની ટીકા સામે ચીનનો વળતો પ્રહાર

GSTV Web Desk
GSTV