GSTV

આ દલિત નેતાએ ભાજપને કહ્યું આવજો, પાર્ટી પર લગાવ્યો આ મોટો આરોપ

યુપીની બહરાઈચ લોકસભા બેઠક પરથી સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ ઘણાં મુદ્દાઓને લઈને ભાજપથી નારાજ ચાલી રહ્યા હતા. ભાજપ છોડ્યા બાદ સાવિત્રીબાઈ ફુલેએ આરોપ લગાવ્યો છે કે ભાજપ સામાજિક વિભાજનનું ષડયંત્ર કરી રહ્યું છે. એક દિવસ પહેલા જ હનુમાનજી પરની યોગી આદિત્યનાથની ટીપ્પણી બાદ સર્જાયેલા વિવાદમાં કૂદતા સાવિત્રીબાઈ ફુલેએ તેમના દાવાઓનું સમર્થન કર્યું હતું. સાવિત્રીબાઈ ફુલેએ કહ્યુ હતુ કે હનુમાનજી દલિત હતા.

એટલું જ નહીં હનુમાનજી મનુવાદીઓના ગુલામ હતા. તેમણે કહ્યું હતું કે ભગવાન રામ છે અને તેમનો બેડો પાર કરાવવાનું કામ હનુમાનજીએ કર્યું હતું. હનુમાનજીમાં જો શક્તિઓ હતી અને જે લોકોએનો બેડો પાર કરાવવાનું કામ તેમણે કર્યું. તેમણે તેમને વાનર કેમ બનાવી દીધા? તેમને તો માણસ બનાવવા જોઈતા હતા. પરંતુ માણસ નહીં બનાવીને તેમને બંદર બનાવી દેવામાં આવ્યા હતા. તેમને પુંછડી લગાવી દેવામાં આવી. તેમના મોંઢા પર કાળાશ લગાવી દેવામાં આવી હતી. કારણ કે તેઓ દલિત હતા. માટે તે સમયે પણ તેમનું અપમાન કરવામાં આવ્યું હતું.

સાવિત્રીબાઈ ફુલેએ કહ્યું છે કે તેમને તો એ દેખાય છે કે હવે દેશ ભગવાન અને મંદિરના નામે નહીં. પણ ભારતીય બંધારણના નામ પર ચાલશે. ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષ છે. ભારતના બંધારમણમાં તમામ ધર્મોની સુરક્ષાની ગેરેન્ટી છે. સૌને સમાન આદર અને અધિકાર છે. કોઈને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર પણ નથી. માટે જે પણ જવાબદાર લોકો વાત કરે. ભારતના બંધારણ પ્રમાણે કરે બેજવાબદાર વાત કરવાથી જનતાને એકવાર વિચારવા મજબૂર કરે છે. રાજસ્થાનના અલવરમાં એક ચૂંટણીરેલીને સંબોધિત કરતા યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે હનુમાનજી દલિત અને વનવાસી હતા. આ ટીપ્પણી બદલ યોગી આદિત્યનાથ વિરુદ્ધ નોટિસ પણ જાહેર થઈ હતી.

Read Also

Related posts

કોરોનાનું સંકટ: રાજકોટમાં વધુ પાંચ કેસ પોઝિટીવ, શહેરમાં આંકડો 20 પર પહોંચ્યો

pratik shah

કોરોનાનો કોહરામ: દેશમાં છેલ્લા 24 ક્લાકમાં 44નાં મોત

pratik shah

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!