GSTV
Home » News » સરકાર કરે કે ન કરે આ વિદેશી કંપની 180 કરોડ રોકી ખેડૂતોનું ભલું કરવા ઇચ્છે છે

સરકાર કરે કે ન કરે આ વિદેશી કંપની 180 કરોડ રોકી ખેડૂતોનું ભલું કરવા ઇચ્છે છે

રિટેલ ક્ષેત્રની અગ્રણી કંપની ‘વાલમાર્ટ’ ભારતના ખેડૂતોનું જીવનસ્તર સુધારવાના પ્રયાસ હેઠળ આગામી પાંચ વર્ષમાં 180 કરોડ રૂપિયા ખર્ચ કરશે. વાલમાર્ટ ઈન્ટરનેશનલના મુખ્ય અધિકારી (CEO) જુડિથ મેક્કેનાએ ગુરૂવારે રાજધાની લખનઉની સીમા નજીક કાસિમપુર ગામમાં સ્થાનિક ખેડૂતો સાથે બેઠક દરમ્યાન કહ્યું કે વાલમાર્ટ ફાઉન્ડેશન આગામી પાંચ વર્ષ દરમ્યાન ખેડૂતોનું  જીવન સ્તર સુધારવા માટે 180 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

આ અવસરે મેક્કેનાની સાથે વાલમાર્ટ ઈન્ડિયાના સીઈઓ કૃષ ઐયર, મુખ્ય કોર્પોરેટ અફેર્સ અધિકારી રજનીશ કુમાર અને ફ્લિપકાર્ટ ગ્રુપના સીઈઓ બિન્ની બંસલ પણ હાજર હતાં. વાલમાર્ટના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે બુધવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી તેમની કંપની દ્વારા રાજ્યમાં કરાયેલા રોકાણ સંબંધિત અલગ-અલગ મામલામાં વિચાર-વિમર્શ કર્યું.

મેક્કેનાએ આજે કહ્યું કે વાલમાર્ટ ઈન્ડિયા પોતાના કેશ એન્ડ કેરી સ્ટોર્સ માટે ખેડૂતોને તેની ઉપજની પ્રત્યક્ષ ખરીદીને 25 ટકા વધારશે, એટલે કાશ્તકારોની આવક વધે અને વચેટીયાઓની ભૂમિકા ઓછી થાય. સાથે જ તેનાથી ખેડૂતોની આવક  બજાર સુધી પહોંચાડવામાં  ગતિ મળશે અને તેના પરિવહન માટે ખર્ચમાં કપાત થશે. તેમણે કહ્યું કે વાલમાર્ટ પોતાના વેચાણ કેન્દ્રોની ગેરહાજરીવાળા દરેક રાજ્યમાં સ્થાનિક કિસાન ઉત્પાદક સંગઠનોથી ઉપજ ખરીદવાની યોજના બની રહી છે.

દેશમાં લઘુ ખેડૂતો પ્રત્યે પોતાનો સંકલ્પ જાહેર કરી વાલમાર્ટ સીઈઓએ કહ્યું કે તેની કંપની દેશમાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિને વધુ શાનદાર બનાવવા તથા અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવાના કેન્દ્ર સરકારના પ્રયત્નોમાં ભાગીદાર બનવા માંગે છે. વાલમાર્ટ ઈન્ડિયાના સીઈઓ કૃષ ઐયરે કહ્યું કે ખેડૂતોના જીવનસ્તર સુધારવા અને તેની આવકને વધારવા માટે સંપૂર્ણ કૃષિ પુરવઠાની શ્રેણીને મજબૂત કરવી પડશે. તેમણે કહ્યું કે એક મજબૂત પુરવઠા શ્રેણી બજાર સાથે જોડાણ અને સામાન સંબંધી સહયોગ પૂરો પાડે છે.

Related posts

ટિકિટ વહેંચણીને લઈને BJP કાર્યકર્તાઓનું જે.પી. નડ્ડાના નિવાસસ્થાનની બહાર પ્રદર્શન

Arohi

સરકારનો નવો પરિપત્ર : શિક્ષકોને ભોજન બગાડ અટકાવવાની કામગીરી સોંપી

Nilesh Jethva

તાજમહેલની મુલાકાત લેશે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાની એડવાન્સ સુરક્ષા ટીમે પગથિયા પણ ગણી લીધાં!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!