GSTV

ભાજપના આ સીએમ પર થઈ શકે છે આતંકવાદી હુમલો, પોલીસ એલર્ટ બાદ રાતોરાત વધારાઈ સુરક્ષા

આઈબી અને ખુફીયા એજન્સીને મળેલી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર આતંકવાદી હુમલો થવાનો આશંકા વ્યક્ત કરાઈ છે. આ હુમલો પત્રકારના વેશમાં કરવામાં આવી શકે છે, તો સાથે માહિતી મળી છે કે, આ હુમલો ગોરખનાથ મંદિરમાં થઈ શકે છે. આઈબી અને ખુફીયા એજન્સી દ્વારા મળેલી માહિતી બાદ મંદિરની સુરક્ષા સઘન કરવામાં આવી છે અને મંદિરની આસપાસ સશસ્ત્ર દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

up lok sabha candidate list 2019

હવે મંદિરની સુરક્ષા તો વધારી દેવાઈ છે સાથે સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં એ જ હાજરી આપશે, કે જેની પાસે પોલીસ પ્રમાણિત પ્રમાણપત્ર હશે. તે માટે શહેરના પત્રકારોની એલઆઈયુ તપાસ બાદ તેઓના પ્રમાણ પત્રો બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ગોરખનાથ મંદિરમાં પત્રકોરોને ખૂબ જ સરળતાથી મળે છે. જેનો આતંકવાદીઓ લાભ લઈ શકે છે.

જોકે પોલીસ અને પ્રશાસન વિભાગે ગુપ્તચર એજન્સીઓના એલર્ટને ગંભીરતાથી લીધું હતું અને પત્રકારોના ફોટોવાળા ઓળખપત્રો તૈયાર કરાવ્યા છે જે ટૂંક સમયમાં અધિકૃત પત્રકારોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

બિહાર/ NDAમાં નક્કી થઈ ગયું કઈ પાર્ટીને કેટલી મળશે સીટ, 104 પર JDU અને 100 પર લડશે BJP

Pravin Makwana

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!