GSTV
India ટોપ સ્ટોરી

સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવના નિવેદન બાદ સીએમ યોગીએ માફીની માગ કરી

ઉત્તરપ્રદેશના સૈફઈમાં સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે પુલવામા હુમલા અંગે આપેલા વિવાદિત નિવેદન બાદ સીએમ યોગીએ સપા પાસે માફીની માગ કરી. સીએમ યોગીએ જણાવ્યુ કે, સમાજવાદી પાર્ટી સેનાના જવાનોનું મનોબળ તોડવાનું કામ કરી રહી છે. જેથી રામગોપાલે  માફી માગવી જોઈએ.

રામગોપાલે ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, પુલવામા આતંકી હુમલો એક કાવતરું હતુ. અને વોટ માટે પુલવામામાં જવાનોને મારી નાંખ્યા. સરકાર બદલાશે તો પુલવામા હુમલાની તપાસ થશે. ત્યારે મોટા-મોટા લોકો ફસાશે. રામગોપાલ યાદવના નિવેદન બાદ તેમનો વિરોધ ભાજપે કર્યો છે. ત્યારે ચૂંટણીમાં સપાની મુશ્કેલી પણ વધી શકે છે.

ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે ફરી વખત પુલવામા હુમલો ચર્ચામાં આવી ગયો છે. સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે સીઆરપીએફના કાફલા પરના આતંકવાદી હુમલાને કાવતરું ગણાવતા મોદી સરકારને ઘેરી હતી. 

રામગોપાલ યાદવે કહ્યું કે વોટ માટે જવાનોને મારી નાખવામાં આવ્યાં. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જો સરકાર બદલાશે તો આ મામલાની તપાસ કરવામાં આવશે અને ત્યારે એમાં મોટા મોટા લોકો ફસાશે. રામગોપાલ યાદવે કહ્યું કે પેરામિલિટરી ફોર્સ મોદી સરકારથી નારાજ છે. જમ્મુ-શ્રીનગર વચ્ચે ચેકિંગ જ કરવામાં આવ્યું નહોતું. જવાનોને સાદી બસમાં મોકલવામાં આવ્યાં. આ એક કાવતરું હતું. 

રામગોપાલ યાદવે કહ્યું કે અગાઉ પશ્ચિમ બંગાળમાંથી પણ મોદી સરકાર વિરુદ્ધ આવા આરોપ લાગી ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી સરકાર પર શહીદ જવાનોના લોહીથી રાજનીતિ કરવાનો આરોપ મૂકતા કહ્યું હતું કે સરકારને પુલવામા હુમલા અંગે પહેલેથી જ જાણકારી હતી, તેમ છતાં જવાનોને હવાઇ માર્ગે મોકલવાના બદલે સડકમાર્ગે મોકલવામાં આવ્યાં.

Related posts

AMRELI / લગ્નમાં દાદા-દાદીની ખોટ વર્તાતા યુવકે બંનેની પ્રતિમા બનાવડાવી, પ્રસંગમાં સાક્ષાત હાજર રહ્યાં હોય એવું વાતાવરણ સર્જાયું

Nakulsinh Gohil

બિહાર : પટનામાં 26મી પૂર્વ ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ, દોઢ વર્ષ બાદ નીતિશ કુમાર અને અમિત શાહ મળ્યા

Hardik Hingu

“ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા

Nelson Parmar
GSTV