GSTV

યુપી BJP અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ ઈજાગ્રસ્ત, જમણા હાથની આંગળી કપાઈ ગઈ

Last Updated on August 13, 2019 by

ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ અને પરિવહન મંત્રી સ્વતંત્ર દેવ સિંહની સાથે મોટી દુર્ઘટના ઘટી. મુઝફ્ફરનગરના સર્કુલર રોડ પર સ્વાગત સમારોહ દરમિયાન અફડા-તફડી મચી ગઈ છે. આ દરમિયાન સ્વતંત્ર દેવ સિંહના જમણા હાથની નાની આંગળી કપાઈ ગઈ. ઘટના બાદ સ્વતંત્ર દેવને વર્ધમાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટના પર ડીએમ, એસપી સહિત કેટલાક વહીવટી અધિકારી હાજર છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ સોમવારે મુઝફ્ફરનગરના સર્કુલર રોડ પર પહોંચ્યા હતા ત્યારે કેટલાક મહિલા કાર્યકર્તાઓએ તેમનુ સન્માન કરવાનો પ્રયત્ન કર્યો. કાર્યકર્તાઓને જોઈને સ્વતંત્ર દેવ સિંહ ગાડીમાંથી ઉતરી રહ્યા હતા, ત્યારે તેમના જમણા હાથની નાની આગળી કપાઈને હાથથી અલગ થઈ ગઈ.

 પરિવહન મંત્રી સ્વતંત્ર દેવ સિંહની આંગળી કપાયા બાદ કાર્યકર્તાઓ ગભરાઈ ગયા. અફરા-તફરીમાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમના હાથની સર્જરી કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે વહીવટીતંત્ર અને પોલીસ અધિકારી પહોંચી ગયા છે. સર્જરી બાદ સ્વતંત્ર દેવ સિંહ લખનૌ માટે રવાના થઈ શકે છે.

સ્વતંત્ર દેવની આંગળી કપાયાના મામલે મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ કહ્યુ કે જમણા હાથની નાની આંગળીમાં ઈજા પહોંચી હતી. ડૉક્ટર જૈન તેમની સારવાર કરી રહ્યા છે. ડીએમ, એસએસપી અને વરિષ્ઠ નેતા તેમની સાથે છે. સ્વતંત્ર દેવની દેખરેખ સારી રીતે કરાઈ રહી છે.

Read Also

Related posts

AUKUS + QUAD : ચીનને સખણુ રાખવા માટે રચાયેલા બે સંગઠનો શું છે? ભારતનો રોલ શા માટે મહત્વનો છે?

Pritesh Mehta

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta

લદાખ પણ અમારું અને કાશ્મીર પણ અમારું : ઈમરાનખાનને જડબાતોડ જવાબ આપનાર સ્નેહા દુબે આખરે કોણ છે? ઈન્ટરનેટમાં સતત સર્ચ થઈ રહ્યું છે આ નામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!