GSTV

ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષનું પીએમ મોદીને લઈને વિવાદિત નિવેદન, કહ્યું: ખબર છે ક્યારે કરવાનું છે યુદ્ધ

ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કરી લીધો છે કે પાકિસ્તાન અને ચીન સાથે ક્યારે યુદ્ધ કરવાનું છે. સ્વતંત્ર દેવ સિંહે શુક્રવારે એવા સમયે આ નિવેદન સામે આવ્યું છે જયારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લદાખમાં એલએસી પર તણાવ ચાલી રહ્યો છે. સ્વતંત્ર દેવ સિંહે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યા રામમંદિર નિર્માણ અને બંધારણમાં આર્ટિકલ 370 હેઠળ જમ્મુ કાશ્મીરનો વિશિષ્ટ દરજ્જો ખતમ કરવા પર પોતાના દાવાને જોડીને આ વાત કરી હતી.

પીએમ મોદીએ યુદ્ધની તારીખ નક્કી કરી લીધી છે

ન્યુઝ એજન્સીના રિપોર્ટ મુજબ સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું છે કે રામ મંદિર અને આર્ટિકલ 370ની જેમ પીએમ મોદીએ નિર્ણય કરી લીધો છે કે પાકિસ્તાન અને ચીન સાથે ક્યારે યુદ્ધ કરવાનું છે. સોશ્યલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં સ્વતંત્ર દેવ આ વાત કહેતા સાંભળી શકાય છે. વીડિયોમાં તેમને આ કહેતા સાંભળી શકાય છે જેમાં તેઓ કહે છે કે ‘સંબંધિત (યુદ્ધની) તારીખ નક્કી છે.

પીએમ મોદી

સપા અને બસપાના કાર્યકર્તાઓને ગણાવ્યા આતંકવાદી

વાસ્તવમાં, બલિયામાં સ્વતંત્ર દેવ સિંહ ભાજપના ધારાસભ્ય સંજય યાદવના ઘરે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. આ વિડીયો સંજય યાદવે જ જાહેર કર્યો છે. પોતાના સંબોધનમાં સ્વતંત્ર દેવ સિંહે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓની સરખામણી આતંકવાદીઓ સાથે કરી છે.

સ્વતંત્ર દેવની આ ટિપ્પણી ભારતના વલણથી વિરુદ્ધ

જોકે, પ્રદેશ ભાજપ અધ્યક્ષના આ નિવેદન પર પૂછતાં સ્થાનિક સાંસદ રવિન્દ્ર કુશવાહાએ જણાવ્યું કે તેમણે કાર્યકર્તાઓમાં જોશ પુરવા આ વાત કરી છે. સ્વતંત્ર દેવની આ ટિપ્પણી ભારતના વલણથી વિરુદ્ધ છે.

તણાવનો અંત લાવવાની ભારતની ઈચ્છા: રાજનાથ સિંહ

તો, રવિવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત ચીન સાથે તણાવનો અંત લાવવા માંગે છે. રાજનાથ સિંહે એ પણ જણાવ્યું કે વેચો સરહદ પર કોઈને પણ એક ઇંચ જમીન પણ પચાવી પાડવાની અનુમતિ નહિ આપે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભારતના ટોચના અધિકારીઓના નેપાળ અને શ્રીલંકાના પ્રવાસથી ચીનના પેટ તેલ રેડાયું, ચીની અખબારે લગાવ્યો આ આરોપ

Nilesh Jethva

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!