ઉત્તર પ્રદેશના બાગપતમાંથી હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અમુક લોકો એકબીજાને બરાબરના ગડદાપાટુ લગાવી રહ્યા છે. બાગપતમાં એક ચાટવાળાએ અન્ય ચાટવાળાના ગ્રાહકોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. પછી તો શું. એક ચાટ માટે યુદ્ધ છેડાઈ ગયું.
Dedicated to #chacha of the bagpat chat kaand, purely for fun #PawriHoRahiHai
— Saurabh (@wanderersaurabh) February 22, 2021
Its WWE in UP. pic.twitter.com/7vKiv0KK6h
જે મામલે પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં વીડિયો તો ઠીક હવે તો તેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર મીમ્સ સ્વરૂપે વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, વાંકડીયા વાળ ધરાવતો જે મીડલમાં બેઠેલ વ્યક્તિ એકદમ આલ્બર્ટ આઈંસ્ટીન માફક દેખાતા શખ્સને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ તસ્વીરને અત્યાર સુધીમાં 6 હજાર કરતા પણ વધારે લોકોએ લાઈક કરી છે, જ્યારે 300થી વધારે રિટ્વિટ કર્યા છે. કમેન્ટ સેક્શનમાં લોકો મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.
थाने में #PawriHoRaiHai 😂 pic.twitter.com/EBRYUQrIwN
— Awanish Sharan (@AwanishSharan) February 22, 2021
સોમવારના રોજ આ ઘટના ઘટી હતી. જ્યાં એક ચાટ વાળાને ત્યાં ભારે ભીડ એકઠી થઈ, ત્યારે આ વાત સામેના ચાટવાળાને ન ગમી, તેણે આ ગ્રાહકોને પોતાની તરફ ખેંચી લીધા, પછી જે ધમાધમ થઈ તે અહીં આપ વીડિયોમાં જોઈ શકો છો. બંને દુકાનદારો અને સાથે જ તેમના ચેલકાઓ દ્વારા બરાબરની ઝપાઝપી થઈ.
READ ALSO
- બનાસકાંઠા માસ્ક કૌભાંડ પહોંચ્યું દે. સીએમ ઓફિસ, નીતિન પટેલે આપ્યા તપાસના આદેશ
- અરવલ્લી: હજારો રોકાણકારોને લાખોનું ફુલેકુ ફેરવી ફરાર થનાર 3ની થઇ ધરપકડ
- ગરીબ અને અસક્ષમ બાળકોને મળશે સોનેરી તક, બિહારના આનંદકુમારે સુરતમાં શરૂ કરી એકેડમી
- બાલાકોટ એરસ્ટ્રાઈકના બે વર્ષ: વાયુસેનાએ આ રીતે બોલાવ્યો હતો આંતકીઓનો ખાત્મો, વીડિયો જાહેર કરી ઘટનાની યાદ અપાવી
- ડિજિટલ યુગ: દેશના પોલીસ અને ટ્રાફિક વિભાગને મળશે હાઈટેક ગિફ્ટ, અપરાધીઓ ચેતી જજો