GSTV
India Trending

ડીઆરડીઓના ઈજનેરની ધરપકડ, બ્રહ્મોસની જાણકારી લીક કરવાનો હતો આરોપ

ઉત્તર પ્રદેશ એન્ટી ટેરર સ્ક્વોડ ATS અને મિલિટરી ઇન્ટેલિજન્સે જાસુસીના આરોપમાં સોમવારે ડીઆરડીઓના એન્જિનિયર નિશાંત અગ્રવાલની જાસૂસીના આરોપસર ધરપકડ કરી છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે નિશાંત મહિલાની જાળમાં ફસાઇને જાસૂસીનું કામ કરવા લાગ્યો હતો.

ડીઆરડીઓના એન્જિનિયર નિશાંત અગ્રવાલ પર આરોપ છે કે તેણે બ્રહ્મોસ મિસાઇલ યુનિટમાંથી મહત્વની ટેક્નિકલ માહિતી ચોરી કરી અમેરિકા તથા પાકિસ્તાનને વેચી છે. ધરપકડ કરાયેલો વ્યક્તિ પાકિસ્તાની જાસુસી એજન્સી ISIનો એજન્ટ ગણાવવામાં આવી રહ્યો છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે એન્જિનિયર નિશાંત અગ્રવાલ અમેરિકન ખુફિયા એજન્સી સીઆઇએની એક મહિલા એજન્ટના જાળમાં ફસાયો હતો. આ માટે હનીટ્રેપ સાથે જોડીને તપાસ કરવામાં આવી રહી છે, મહિલા હેન્ડલર તેને દિલ્હીથી ઓપરેટ કરી રહી હતી. હાલ તે મહિલા કોણ છે અને તે ક્યારથી નિશાંતના સંપર્કમાં છે, આ અંગે તપાસ ચાલુ છે. રિપોર્ટમાં દાવો કરાયો કે નિશાંત અગ્રવાલ છેલ્લા એક વર્ષથી અમેરિકન એજન્સી સીઆઇએ અને પાકિસ્તાની ખુફિયા એજન્સી આઇએસઆઇના પેરોલ પર કામ કરી રહ્યો હતો. આ જાસુસને એક નહીં, પરંતુ દેશની અનેક ગુપ્તચર એજન્સીઓએ પોતાના રડારમાં રાખ્યો હતો.

રિપોર્ટ મુજબ રહ્યું છે કે આરોપી એન્જિનિયર સોશિયલ મીડિયાની મદદથી સરળતાથી બ્રહ્મોસ મિસાઇલની જાણકારી લીક કરી રહ્યો હતો. આ માટે ઇન્ક્રિપ્ટેડ, કોડવર્ડ અને ગેમના ચેટ જોનનો ઉપયોગ કરતો હતો. મહિલા હેન્ડલરની સાથે ફેક ફિમેલ આઇડીથી વાત કરતો હતો. નિશાંત અગ્રવાલ ડીઆરડીઓના બ્રહ્મોસ એયરોસ્પેસમાં હાઇડ્રોલિક-ન્યૂમેટિક્સ અને વોરહેડ એન્ટીગ્રેશનની ટીમને લીડ કરી રહ્યો હતો. આ ટીમમાં 40 લોકો હતાં.

Related posts

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

GSTV Web Desk

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu
GSTV