GSTV

રાજનીતિ / UPમાં મા સપા સાથે અને દીકરી ભાજપ સાથે : બે બહેનો વચ્ચે પાર્ટી વેચાઈ હવે થશે જંગ

krishna patel and anupriya patel

Last Updated on November 25, 2021 by Dhruv Brahmbhatt

ક્રિષ્ણા પટેલના અપના દલ (કામેરવાદી) એ સમાજવાદી પાર્ટી સાથે જોડાણ કરતાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મા-દીકરી સામસામે આવી ગયાં છે. ક્રિષ્ણા પટેલનાં પુત્રી અનુપ્રિયા પટેલ મોદી સરકારમાં મંત્રી છે. અનુપ્રિયાની અપના દલ (સોનેલાલ)નું ભાજપ સાથે જોડાણ છે.

ક્રિષ્ણા અને અનુપ્રિયાનો પ્રભાવ એક જ વિસ્તારમાં હોવાથી બંને વચ્ચે સીધી ટક્કર

ક્રિષ્ણા અને અનુપ્રિયાનો પ્રભાવ એક જ વિસ્તારમાં હોવાથી બંને વચ્ચે સીધી ટક્કર થશે. બંને પક્ષ વચ્ચે અત્યારથી સામસામી આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે એ જોતાં જોરદાર જંગ જામશે એ સ્પષ્ટ છે. ક્રિષ્ણા પટેલની બીજી દીકરી પલ્લવી અને જમાઈ પંકજ નિરંજન અપના દળ (કામેરવાદી)માં છે જ્યારે અપના દલ (સોનેલાલ) પર અનુપ્રિયા અને તેમના પતિ આશિષ પટેલનું વર્ચસ્વ છે તેથી આ જંગ એક જ પરિવારનો છે.

અપના દલની સ્થાપના બસપાના સ્થાપકો પૈકીના એક સોનેલાલ પટેલે ૧૯૯૬માં કરી હતી. ૨૦૦૯માં સોનેલાલ ગુજરી ગયા પછી છેક ૨૦૧૬ સુધી આખો પરિવાર એક હતો. એ પછી સોનેલાલની દીકરીઓ અનુપ્રિયા અને પલ્લવી વચ્ચે ઝગડો થતાં અપના દલમાં ભંગાણ પડયું હતું. માતા ક્રિષ્ણા પલ્લવી સાથે રહ્યાં છે.

READ ALSO :

Related posts

બીડબલ્યુએફ વર્લ્ડ ટુર ફાઈનલ્સ ટુર્નામેન્ટ: યામાગુચીને હરાવીને પીવીસિંધુ પહોંંચી ફાઈનલમાં, હવે સાઉથ કોરિયન ખેલાડી સાથે ટક્કર!

pratik shah

IND vs NZ / આર અશ્વિને આ મામલે અનિલ કુંબલેને છોડ્યો પાછળ, વાનખેડે ટેસ્ટમાં મેળવી સિદ્ધિ

Zainul Ansari

મોટા સમાચાર: બેલ્જીયમના એક પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાની એન્ટ્રી, બે હિપોપોટેમસ થયા સંક્રમિત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!