બહુજન સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાની 58 સીટોમાંથી 53 સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના જન્મદિવસ પર મીડિયાને સંબોધન કરતા આ પ્રકારની જાણકારી આપી છે. સાથે જ તેમણે જણાવ્યુ છે કે, અન્ય 5 સીટો પર બે ત્રણ દિવસમાં નિર્ણય લેવામા આવશે.
15-01-2022-BSP UP VIDHAN SABHA FIRST LIST-I pic.twitter.com/ioAwDKMI9s
— Mayawati (@Mayawati) January 15, 2022
માયાવતીએ વિધાનસભા ચૂંટણી લડવાને લઈને પોતે સ્પષ્ટ કરતા કહ્યું કે, મીડિયાને મારા વિરુદ્ધ કોઈ મુદ્દો નથી મળતો એટલે દરરોજ મારી ચૂંટણી લડવાનો મુદ્દો ઉછાળતા રહે છે. હું ચાર વાર લોકલભા અને ત્રણ વાર રાજ્યસભા સાંસદ રહી ચુકી છું. મેં અમારી પાર્ટીના હિતને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવાની જગ્યાએ પોતાના કાર્યકર્તાઓને જીતાડવાનું કામ કરીશ. આપણા સંવિધાનમાં એવી વ્યવસ્થા છે કે, કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડ્યા વગર પણ પોતાની યોગ્યતાના આધારે રાજ્યના મુખ્યમંત્રી બની શકે છે.
15-01-2022-BSP UP VIDHAN SABHA FIRST LIST-2&3 pic.twitter.com/dMkO3E9L3H
— Mayawati (@Mayawati) January 15, 2022
બસપા સુપ્રીમોએ આગળ કહ્યું કે, લોકો આકાશ આનંદની ચૂંટણી લડવાની વાત પણ મીડિયામાં ઉછાળતા રહે છે. તે મારા નિર્દેશન હેઠળ પાર્ટીમાં કામ કરી રહ્યા છે. જો મીડિયા અને વિરોધી પાર્ટી આકાશ આનંદની પાછળ પડ્યા રહેશે તો, હું તેને પાર્ટીમાં હજૂ વધારે આગળ લઈ જઈશ. આકાશ આનંદ અને સતીશ મિશ્રાના દિકરા કપિલ મિશ્રા પણ યુવાનોને બીએસપીમાં જોડવાના કામમાં લાગેલા છે. મને પાક્કી ખાતરી છે કે, આ વખતે 2007ની માફક બસપા સત્તામાં પાછી આવશે અને તમામ ઓપિનિયન પોલ ખોટા સાબિત થશે.
આ સાથે જ માયાવતીએ જાહેરાત કરી છે કે, તેમની પાર્ટી બસપા કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં. તેમણે કહ્યું કે, અમારી પાર્ટી સર્વ સમાજના ગઠબંધનથી જીતશે.
READ ALSO
- સરકાર બનાવવી સરળ છે, પરંતુ રાષ્ટ્રનું નિર્માણ કરવું નહીં… PM નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર કર્યો કટાક્ષ
- સારા અલી ખાનના જીમ લુકની આગળ મલાઈકા પણ થઈ ગઈ ફેઇલ, મસ્તાની ચાલથી ફેન્સને કર્યા ઘાયલ !
- ચૂંટણી મોડમાં ભાજપ : જાહેરાત પહેલાં જ 1000 કરોડના કામના થઈ જશે ખાતમુહૂર્ત, સમીક્ષા બેઠક યોજાઈ
- વાયરલ વિડિયો / પાકિસ્તાને કર્યો ‘ચપ્પલ માર મશીન’નો આવિષ્કાર, લોકોએ કહ્યું- અદ્ભુત ઓટોમેશન!
- ભારતનો ડંકો / સ્વદેશી UPIની બ્રિટનમાં થશે એન્ટ્રી, જાણો કેવી રીતે કરી શકશો વ્યવહાર