GSTV
Home » News » અલ્હાબાદ હાઇકોર્ટે યોગી સરકારને આપ્યો ઝટકો, OBCની 17 જ્ઞાતિઓ SCમાં શામેલ નહિં થાય

અલ્હાબાદ હાઇકોર્ટે યોગી સરકારને આપ્યો ઝટકો, OBCની 17 જ્ઞાતિઓ SCમાં શામેલ નહિં થાય

અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથનાં નેતૃત્વવાળી ભાજપ સરકારને મોટી લપડાક આપી છે. હાઇકોર્ટે યોગી આદિત્યનાથ સરકારનાં ઓબીસીની 17 જ્ઞાતિઓને એસસી કેટેગરીમાં શામેલ કરવાનાં નિર્ણય પર રોક લગાવી છે. અલ્હાબાદ હાઇકોર્ટે સમાજ કલ્યાણ વિભાગનાં મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહને વ્યક્તિગત સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે. જસ્ટીસ સુધીર અગ્રવાલ અને જસ્ટીસ રાજીવ મિશ્રાની ડિવીઝન બેન્ચે આ કેસની સુનાવણી કરીને આ હુકમ કર્યો હતો. કોર્ટે સરકારનાં આ નિર્ણયને ખોટો ઠેરવ્યો છે. કોર્ટે કહ્યું છે કે આવા પ્રકારનાં નિર્ણય લેવાનો અધિકાર સરકારને નથી.

ફેરફાર કરવાનો અધિકાર માત્ર સંસદ પાસે- અલ્હાબાદ હાઇકોર્ટ

હાઇકોર્ટે યોગી સરકારને કહ્યું છે કે રાજ્ય સરકારને આવા પ્રકારનો નિર્ણય લેવાનો અધિકાર નથી. માત્ર સંસદ જ એસસી/એસટી જાતિઓમાં ફેરફાર કરવાનો અધિકાર છે.

17 OBC જાતિઓને મળ્યો હતો SCનો દરજ્જો

ઉત્તર પ્રદેશની યોગી સરકારે 24 જૂને એક જાહેરનામું બહાર પાડ્યું હતું. યોગી સરકારે ઓબીસીની 17 પછાત જ્ઞાતિઓને અનુસૂચિત જાતિ(SC)માં શામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. આ જાતિઓમાં અનુસૂચિત જાતિઓની લિસ્ટમાં શામેલ કરવા પાછળ યોગી સરકારે જણાંવ્યું હતું કેઆ જાતિઓ સામાજિક અને આર્થિક રૂપે વધારે પછાત છે.

યોગી સરકારે આ 17 પછાત જાતિઓને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર આપવાનો નિર્ણય કર્યો હતો. આ માટે જિલ્લા અધિકારીઓને આ તમામ 17 પછાત વર્ગનાં લોકોને જાતિ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો હતો.

કઇ-કઇ જ્ઞાતિનો સમાવેશ છે?

આ પછાત જાતિઓમાં નિષાદ, બિંદ, મલ્લાહ, કેવટ, કશ્યપ, ભર, ધીવર, બાથમ, મછુઆરા, પ્રજાપતિ, રાજભર, કહાર, કુમ્હાર, ધીમર, માંઝી, તુરહા, ગૌડ વગેરે છે. આ તમામ પછાત જાતિઓને હવે એસસી કેટેગરીનાં લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા હતાં. સરકારે જિલ્લા અધિકારીઓને આ તમામ 17 જ્ઞાતિઓનાં પરિવારોને જાતિ પ્રમાણપત્ર આપવાનો આદેશ કર્યો હતો. જેનાં પર હાઇકોર્ટે રોક લગાવી દીધી છે.

READ ALSO

Related posts

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari

મહારાષ્ટ્ર વિધાનસભામાં એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપ-શિવસેનાને મળશે આટલી સીટો

Nilesh Jethva

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!