GSTV
Home » News » VIDEO: યોગીએ અખિલેશની યાત્રા એરપોર્ટ પર જ પૂરી કરી દીધી, બબાલ એવી મચી કે અખિલેશ ખુદ…

VIDEO: યોગીએ અખિલેશની યાત્રા એરપોર્ટ પર જ પૂરી કરી દીધી, બબાલ એવી મચી કે અખિલેશ ખુદ…

લખનઉ એરપોર્ટ પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને અટકાવવામાં આવતા હંગામો મચી ગયો. અખિલેશ યાદવે ટ્વિટ કરીને જણાવ્યુ કે, વહીવટી તંત્ર દ્વારા જાણી જોઈને મને પ્રયાગરાજ જતા અટકાવવામાં આવ્યો.

અખિલેશ પ્રયાગરાજમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં છાત્ર સંઘ દ્વારા આયોજિત સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. અખિલેશે ભાજપ પર સમાજવાદીઓનો અવાજ દબાવવાનો પણ આરોપ લગાવ્યો.

એબીવીપીએ અખિલેશના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. જેથી વહીવટી તંત્રએ પ્રયાગરાજમાં કોઈ હંગામો ન થાય તે માટે અખિલેશ યાદવને લખનઉમાં અટકાવ્યા હતા. ત્યારે અખિલેશ યાદવને અટકાવવામાં આવતા એરપોર્ટ બહાર સપાના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો.

સ્ટુડન્ટ યુનિયન વાર્ષિક ફેસ્ટિવલનાં આ ઇવેન્ટ વિશે અલ્હાબાદ યુનિવર્સિટીમાં તણાવનું વાતાવરણ છે. પ્રોગ્રામના વિરોધમાં એબીવીપીથી જોડાયેલા વિદ્યાર્થીઓએ અનશનની શરૂઆત કરી હતી. રવિવારે બપોરે તેમના ઉપવાસ સ્થળ નજીક વિદ્યાર્થી સંઘ બિલ્ડિંગની સામે ચાર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, અને ત્યાં ભ્રમણાનું વાતાવરણ ઉભુ થયું હતું.

આ બનાવ પછી વિદ્યાર્થી વિંગ પ્રમુખ અને મહાસચિવ સામે-સામે આવી ગયા હતા. એબીવીપીનો આક્ષેપ છે કે સપાનાં લોકોએ જ હુમલો કર્યો હતો, જ્યારે વિદ્યાર્થી સમિતિએ બોમ્બ ધડાકા માટે કેટલાક અસામાજિક તત્વોને દોષિત ઠેરવ્યો હતો.

આ કેસમાં અખિલેશ યાદવે સોમવારે ટ્વીટ પણ કર્યું હતું. તેમણે લખ્યું, “વહીવટીતંત્રે મને અલ્હાબાદ યુનિવર્સિટી જવાથી રોકવા માટે ષડયંત્ર બનાવ્યો છે પરંતુ તેઓ અમને વિદ્યાર્થીઓ સાથે મળવાથી રોકી શકતા નથી.” તેમણે આગળ લખ્યું, “રાજકીય અને સામાજિક ક્ષેત્રો પછી યુનિવર્સિટીઓને રાજકારણ માટે કેન્દ્ર બનાવીને બીજેપીની સરકાર દેશના શૈક્ષણિક વાતાવરણને દૂષિત કરશે.”

માયાવતીના પ્રહાર

લખનઉ એરપોર્ટ પર સપા અધ્યક્ષ રાહુલ ગાંધીને રોકવામાં આવતા બસપા અધ્યક્ષ માયાવતીએ યોગી સરકારને આડે હાથે લીધી. માયાવતીએ ટ્વિટ કરીને કહ્યુ કે, રાજ્યમાં ભાજપ સરકાર તાનાશાહી અને લોકતંત્રની હત્યા કરી રહી છે. યુપીમાં સપા અને બસપાના ગઠબંધનથી ભાજપના નેતાઓમાં ડર ફેલાયો છે. જેથી ભાજપ વિપક્ષી પાર્ટીઓની રાજકીય ગતિવિધિ પર રોક લગાવવાનું કામ કરી રહી છે. પરંતુ ભાજપના આ પ્રકારના વલણથી સપા અને બસપા ડરવાની નથી.બન્ને પાર્ટી સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે. મહત્વપૂર્ણ છે કે, અખિલેશ યાદવને પ્રયાગરાજમાં આયોજિત એક કાર્યક્રમમાં જતા લખનઉ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. જે બાદ સપાના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. જેથી સપા અને બસપાના નિશાને યોગી સરકાર આવી છે.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીએ મોદી સામે પ્રિયંકાને ઉતારવાની તૈયારી કરી લીધી હતી,પણ આ કારણે પ્લાન બદલવો પડ્યો

Riyaz Parmar

મહાગઠબંધન પર પીએમનું નિશાન, વડાપ્રધાન બનવા માટે લાંબી લાઈન લાગી છે

Arohi

બોલીવુડ અભિનેત્રી કરિના કપૂરે ખોલ્યા દિલના રાઝ

Mansi Patel