ઉત્તર પ્રદેશના બનારસમાં ટેટૂ દોરાવ્યા બાદ 12 લોકો HIV પોઝિટીવ મળી આવ્યા છે. હોસ્પિટલમાં બે મહિનામાં કરાયેલી તપાસમાં 10 છોકરાઓ અને બે છોકરીઓ HIV સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ટેટૂને કારણે મોટી સંખ્યામાં HIV સંક્રમણ થયાની પુષ્ટિ થતાં ખળભળાટ મચી ગયો છે. સંક્રમિત મળેલાં તમામ દર્દીઓની તપાસ છેલ્લા બે મહિનામાં પંડિત દીન દયાળ જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવી હતી. હવે 12 લોકો HIV સંક્રમિત મળી આવ્યા છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર બધામાં સંક્રમણનું કારણ ટેટૂ બનાવવા માટે સંક્રમિત નિડલનો ઉપયોગ કરવો છે.આ જાણકારી એન્ટી રેટ્રો ટ્રીટમેન્ટ સેન્ટરની ડૉક્ટર તરફથી આપવામાં આવી છે.

ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ચેપગ્રસ્ત મળી આવેલા તમામ લોકોએ તાજેતરમાં ટેટૂ કરાવ્યા હતા. જે બાદ આ તમામ લોકોને સતત તાવની સાથે નબળાઈ પણ આવી રહી હતી. જ્યારે બધાએ તપાસ કરી તો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ તમામ સંક્રમિત લોકો કોઈ ફેરીવાળા અથવા મેળામાં ટેટૂ બનાવડાવ્યા હતાં. ડૉક્ટરનું કહેવું છે કે, નિડલ સંક્રમિત હોવાના રાપણે તમામ HIV સંક્રમિત થયાં છે.
ટેટૂનો શોખ પડ્યો ભારે
ટેટૂ કરાવ્યા બાદ આ તમામ લોકોને તાવ અને નબળાઈ આવવા લાગી હતી. દવા લીધાં બાદ પણ આ લોકોને ફાયજો નહતો થઈ રહ્યો. ધીરે-ધીરે તેમનું વજન પણ ઓછું થઈ રહ્યુ હતું. જ્યારે તેમની તબિયત ઠીક થઈ ત્યારે જઈને તેમણે HIV ટેસ્ટ કરાવ્યો હતો, ત્યારબાદ બધાના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. 12 લોકોના સંક્રમિત મળવાથી હડકંપ મચી ગયો છે. તેના પાછળનું કારણ સંક્રમિત સોઈનો ઉપયોગ કરવાનું જણાવાઈ રહ્યુ છે.

12 લોકો HIVથી સંક્રમિત
ટેટૂ કરાવતી વખતે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે એક જ સોયનો ઉપયોગ ન થઈ રહ્યો હોય. સોયની કિંમતને કારણે, ઘણા લોકો એક જ સોયથી એક કરતા વધુ વ્યક્તિના ટેટૂ બનાવે છે, જેના કારણે ચેપ એકથી બીજામાં સરળતાથી ફેલાય છે. સસ્તા ટેટૂના કારણે લોકો માટે જીવન ખૂબ મોંઘું થઈ જાય છે. નિષ્ણાતોના મતે, ટેટૂ કરાવતી વખતે ટેટૂ આર્ટિસ્ટને ઈન્ફેક્શનની જાણ છે કે નહીં તે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. ટેસ્ટની તપાસ કર્યા પછી જ ટેટૂ કરાવવું જોઈએ, નહીં તો જીવ પણ જઈ શકે છે. બનારસ તેનું નવીનતમ ઉદાહરણ છે. સસ્તા ટેટૂના કારણે 12 લોકોના જીવ જોખમમાં મુકાયા છે. 12 લોકોમાં HIV સંક્રમણ જોવા મળ્યું છે.
READ ALSO:
- બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર
- તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી
- સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
- T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી
- કૃષ્ણ જન્માષ્ટમી/ 18 કે પછી 19 ઓગસ્ટમાંથી ક્યા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવી? જ્યોતિષીઓ પાસેથી જાણો યોગ્ય તારીખ, મૂહુર્ત અને પૂજા વિધિ