ઊંઝાથી શરૂ થયેલી પાટીદાર શહીદ યાત્રા અમદાવાદ પહોંચી છે. અમદાવાદમાં આ યાત્રા સાણંદમાં પ્રવેશી હતી.
જે દિવસ દરમિયાન ઘુમા, બોપલ, સોલા, ઘાટલોડિયા, રાણીપ, શાહીબાગ થઈને શહેરના વિવિધ પૂર્વ વિસ્તારોમાં ફરી છે. પાટીદાર શહીદ યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે. પાસ નેતા દિલીપ સાબવાએ કહ્યું કે, પાટીદારો પર થઇ રહેલા અન્યાયને લઈને આ યાત્રાનું આયોજન કરાયું છે.