GSTV
Home » News » ગઈકાલે મોડી રાત સુધી CM રૂપાણી સહિતના નેતાઓ, અધિકારીઓ જાગતા રહ્યા, વાયુનો હતો ડર

ગઈકાલે મોડી રાત સુધી CM રૂપાણી સહિતના નેતાઓ, અધિકારીઓ જાગતા રહ્યા, વાયુનો હતો ડર

આજે સવારથી વાયુ નામનું વાવાઝોડું ગુજરાતમાં આવવાનું હોવાથી ગઈ કાલે રાત ગુજરાત સરકાર અને લોકો માટે કતલની રાત હતી. ગઇ મોડી રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે સ્ટેટ ઈમરજન્સી સેન્ટરમાં ગયા હતા તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા મુખ્યમંત્રીએ વાવાઝોડાની સમીક્ષા કર્યા બાદ મિડિયા સાથે પણ વાતચીત કરી હતી એટલું નહીં કેન્દ્ર સરકાર સાથે પણ ગુજરાતના ટોચના અધિકારીઓ લાઈવ સંપર્કમાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવનારી આ કુદરતી આપત્તિને લઈને ભારે વ્યાકુળ હતા આ બંને નેતાઓને મોડીરાત્રે ગુજરાતની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિનો ચિતાર અપાયો હતો. PM મોદી તથા અમિત શાહ ગુજરાતને તમામ પ્રકારની મદદ કરવાની વાત જણાવી હતી બીજી બાજુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાંથી 15 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવાનું બાકી હતું. મુખ્યમંત્રીએ સુચના આપતા જ આવા તમામ લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા હતા.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર પોલીસે આખી રાત વોચ ગોઠવી રાખી હતી અને સતત પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું વાવાઝોડાની સ્થિતિમાં ગુજરાતમાં જાનમાલને ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રકારની કાર્યવાહી ગુજરાત સરકાર અને તેના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

વાવાઝોડાની શું છે સ્થિતિ?

  • ર૬ જિલ્લામાં થશે વરસાદની અસર
  • દસ લાખથી વધુ ફૂડ પેકેટ તૈયાર
  • પપપ૦ સગર્ભાઓને સલામત સ્થળે ખસેડાઈ
  • વાવાઝોડું વેરાવળથી ૧૧૦ કિમી સાઉથવેસ્ટ દૂર
  • વાવાઝોડુ પોરબંદરથી ૧પ૦ કિમી દૂર
  • વાયુ વાવાઝોડુ નોર્થ વેસ્ટ તરફ વધી રહ્યું છે આગળ
  • પવનની ગતિ ૧૩પ-૧૪૦ કિમી રહેશે
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી
  • અમરેલી, ગીરસોમનાથ-જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી
  • હજુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર માટે ભયજનક
  • વાયુ વાવાઝોડાનો વ્યાપ ૯૦૦ કિમીનો
  • સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં ૧૦ ઈંચથી વધુ પડશે વરસાદ
  • વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર માટે હજુ ભયજનક
  • લોકોને હજુ આશ્રયસ્થાનમાં રહેવાની તંત્રની સૂચના
  • હજુ વાવાઝોડાનું એલર્ટ યથાવત: પંકજકુમાર
  • લોકોને સાવધાન રહેવાની તંત્રની સ્પષ્ટ સૂચના
  • આગામી ૪૮ કલાક હજુ એલર્ટની સ્થિતિ
  • પવનની ગતિ ૧૩પ-૧૪૦ કિમી રહેશે
  • સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી
  • અમરેલી, ગીરસોમનાથ-જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી
  • હજુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર માટે ભયજનક

READ ALSO

Related posts

ગુજરાત માથેથી ટળ્યું સંકટ પણ વાયુની અસરે ન રાખી કોઈ કસર, હવે પડશે ફટકો

Mayur

દરિયો તોફાની, ગુજરાતના આ જિલ્લામાં 83 કિલોમીટરની ઝડપે ફૂંકાયો પવન

Mayur

વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં ટ્રેન અને બસ સેવા ખોરવાઈ, બસની 2,174 ટ્રીપ રદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!