એક બાજુ ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે જેના પગલે સામાન્ય જનજીવન ઠૂંઠવાયુ ગયુ છે ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્યાના કેટલાય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે ભાવનગરમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. વહેલી સવારે વાતાવરણમાં પલટો અવ્યા બાદ માવઠું થયું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. કેમ કે, શિયાળુ પાક પલળી જતા પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

રાજ્યમાં અનેક જગ્યાએ માવઠું થયુ
આણંદના તારાપુરમાં પણ વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે શહેરનાં માર્ગો ભીના થયા હતા. આ ઉપરાંત સુરતના કાંઠા વિસ્તારમાં વાતાવરણમાં આવેલા પલટા બાદ હજીરામાં કમોસમી વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. શહેરના સિટી, રાવપુરા, કારેલીબાગ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તાર માવઠું થયુ છે. જિલ્લાના સાવલીમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડી શકે છે. આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ પવન સાથે હળવા વરસાદની સંભાવના છે. તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેવા શક્યતા છે.
READ ALSO
- Viral Video/ બાઈકર ધુમ સ્ટાઈલમાં સ્ટંટ કરીને આગળ નીકળી ગયો, આ જોઈ પોલીસનું પણ માથું ચકરાઈ ગયું
- જાણો કેટલો ખતરનાક છે અમિત શાહને ધમકી આપનાર અમૃતપાલ સિંહ? ધરપકડ માટે ચાલી રહેલા અભિયાનનો આજે ત્રીજો દિવસ
- ભારત ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ વચ્ચે ભારત માટે ખુશખબરી, ત્રીજી મેચ પહેલા ટીમ સાથે જોડાશે આ દિગ્ગજ
- વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ