રાજ્યના ખેડૂતોની ફરી ચિંતા વધશે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે જ્યારે 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. સાથો સાથ આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ પણ જોવા મળશે.

ગુજરાતમાં એપ્રિલના શરૂઆતના સપ્તાહમાં માવઠું થશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેના પગલે જગતના માથે ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિતના શહેરોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં