GSTV
Home » News » દલિતોનાં વરઘોડાનો વિરોધ: આ તારીખે દલિત સંમેલન યોજાશે, મેવાણીએ ચક્કાજામની ચિમકી ઉચ્ચારી

દલિતોનાં વરઘોડાનો વિરોધ: આ તારીખે દલિત સંમેલન યોજાશે, મેવાણીએ ચક્કાજામની ચિમકી ઉચ્ચારી

મોડાસાના ખંભીસર, પ્રાતિજના સીતવાડા અને કડીના લોર ગામે દલિતોના વરઘોડા મામલે કરાતા વિરોધ અને બહિષ્કારને લઈ દલિત નેતા તથા અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મીડિયા સાથે વાકચીત કરી હતી. આ દરમિયાન જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, આવી ઘટનાઓ ગુજરાત માટે શરમજનક ઘટના છે, આ પ્રકારની ઘટનાઓ બનવા છતાં મુખ્યમંત્રી દલિતોના મિત્ર બન્યા નથી.

મુખ્યમંત્રીએ કોઈ અપીલ પણ કરી નથી. વરઘોડાની ઘટનાઓ બની ત્યારે એક પણ મંત્રી, મુખ્યમંત્રી,ગૃહમંત્રી અને ડીજીપીએ ગામની મુલાકાત પણ લીધી નથી. ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે એટ્રોસિટી અને આઈપીસી મુજબ ગુનો દાખલ કરો.
તેમજ ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કર્યા નથી. Dy.SP. સામે ફરિયાદ માટે ખંભીસર ગામના લોકો પોલીસ સ્ટેશન અને એસપી ઓફિસના ધક્કા થાય છે. આ માટે અમે સુપ્રીમ સુધી લડી લઈશું અને ચક્કાજામ કરવા પડે તો એ પણ કરીશું. 18 અને 22મીએ સાણંદના નાની દેવતી ગામ અને કડીના ગામે દલિત સંમેલન યોજવામાં આવશે.

જ્યારે દલિત આગેવાન માર્ટિન મેકવાને કહ્યું કે,પાંચેય ગામમાં પહેલી વાર વરઘોડો કાઢવામાં આવ્યો હતો, પરંતુ તે કાઢવા દીધો નહોતો. સરકારને આગોતરી જાણ હોવા છતાં આ બનાવ બન્યો હતો.

જીગ્નેશ મેવાણીની માગ

  • ડીવાયએસપી ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કરી ગુનો નોંધવામા આવે.
  • જે પાંચ ગામમાં આ ઘટના બની ત્યાંના એસપીને જાણ હોવા છતાં કેમ પગલાં ન લીધા?. તેની સામે ખાતાકીય તપાસ કરવી જોઈએ.
  • પાંચેય ગામાં રાજ્યનાં ગૃહ પ્રધાન અને મુખ્યમંત્રી સહિતનાં લોકો પીડિતોની મુલાકાત કરે.

READ ALSO

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar

ચૂંટણી પરિણામ પહેલાનાં એક્ઝિટ પોલથી રાજકારણ ગરમાયુ, માયાવતી મારતા ઘોડે જશે દિલ્હી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!