GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

મોદી સરકાર આપશે મહિને રૂપિયા 3,000 પેન્શન : 15મીથી ચાલુ થશે યોજના, આ છે નિયમો

ઇન્ટિમ બજેટમાં અસંગઠીત ક્ષેત્રના કર્મચારીઓ માટે જાહેર કરેલ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો (PMSMY) લાભ ટૂંક સમયમાં મળવા લાગશે. કેન્દ્રિય શ્રમ મંત્રાલયે કહ્યું કે, અસંગઠીત ક્ષેત્રના 40 વર્ષની વય સુધીના કામદારો 15મી ફેબ્રુઆરીથી આ યોજનામાં જોડાઇ શકે છે. શ્રમ મંત્રાલયે નોટિફિકેશન જારી કરીને આ માહિતી આપી છે. યોજનામાં જોડાનાર કામદારોને 60 વર્ષની વય બાદ માસિક રૂ.3,000નું પેન્શન મળશે. નાણાં પ્રધાન પિયુષ ગોયલે ઇન્ટિમ બજેટમાં આ PMSMY પેન્શન યોજનાની જાહેરાત કરી હતી. આ પેન્શન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રૂ. 15000 સુધીની માસિક આવક મેળવનાર અસંગઠીત ક્ષેત્રના કર્મચારીઓને પેન્શન પુરુ પાડવાનો છે. ગોયલે કહ્યું કે, આ યોજના સાથે આગામી પાંચ વર્ષમાં 10 કરોડ કામદારો જોડાશે તેવી અપેક્ષા છે. આ યોજના માટે ઇન્ટરિમ બજેટમાં રૂ.500 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને યોજનાનો અમલ ચાલુ નાણાંકીય વર્ષથી જ કરવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો લાભ લેવા માટે કામદારે બહું ઓછી રકમ ચૂકવવી પડશે અને આટલી જ રકમનું યોગદાન સરકાર કરશે.

18 વર્ષની વયે જોડાનાર કામદારે માત્ર રૂ.55 માસિક રકમ ચૂકવવી પડશે

શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ ‘યોજનાનું નામ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન 2019 હશે. આ યોજના 15મી ફેબ્રુઆરી 2019થી અમલી બનશે. અસંગઠીત ક્ષેત્રમાં કાર્ય કરતા કામદારો 15 ફેબ્રુઆરીથી આ યોજનામાં જોડાઇ શકે છે. યોજનાની સાથે 18 વર્ષની વયે જોડાવનાર કામદારે માત્ર રૂ.55 માસિક રકમ ચૂકવવી પડશે. મોટી વયે જોડાવનાર વ્યક્તિની રકમ પણ વધતી જશે. યોજના સાથે 29 વર્ષની વયે જોડાવનાર કામદારે માસિક રૂ.100 રકમ ચૂકવવી પડશે જ્યારે 40 વર્ષની વયવાળી વ્યક્તિએ રૂ.200 દર મહિને ચૂકવવા પડશે. યોજના સાથે જોડાવનાર કામદારે 60 વર્ષની વય સુધી રકમ ચૂકવવી પડશે. આ યોજનામાં માત્ર 18થી 40 વર્ષની વય ધરાવતા અસંગઠીત ક્ષેત્રના કામદારો જોડાઇ શકશે.

PMSMY યોજના અંગેના નિયમો

કોણ જોડાઇ શકે છે? – આ યોજનામાં રેકડી- લારી લગાવનાર, રિક્ષા ચાલક, બાંધકામ ક્ષેત્રના મજૂરો, કચરો વીણનાર, બીડી બનાવનાર, વણકર, કૃષિ મજૂરો, મોચી, ધોબી, ચામડાના કારીગરો અને આવા પ્રકારના અન્ય વિવિધ કાર્યોમાં જોતરાયેલા અસંગઠીત ક્ષેત્રના કામદારોને આવરી લેવાશે.

ક્યા કર્મચારીઓ જોડાઇ શકશે નહીં? : 

અસંગઠીત ક્ષેત્રના એવા કામદારો જેઓ નેશનલ પેન્શન સ્કીમ, કર્મચારી રાજ્ય વીમા નિગમ યોજના કે કર્મચારી ભવિષ્ય નિધિ યોજના હેઠળ આવે છે તેમને આ PMSMYનો લાભ મળશે નહીં. ઉપરાંત એવા કર્મચારીઓ જેઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે તેઓ પણ જોડાઇ શકશે નહીં.

કઇ ઉંમરના કામદારો જોડાઇ શકે છે? : આ પેન્શન યોજનામાં 18થી 40 વર્ષ સુધીની વય ધરાવતા અસંગઠીત ક્ષેત્રના કર્મચારીઓ જોડાઇ શકે છે. એટલે કે કામદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધારે હોવી જોઇએ નહી. 60 વર્ષ પહેલા કામદાર મૃત્યુ પામે શું થશે? :- યોજનાના નિયમો મુજબ જો કોઇ કામદાર નિયમિત રીતે રકમ ચૂકવે અને કોઇ કારણસર મૃત્યુ થઇ જાય તો તેની પત્ની યોજનાને આગળ વધારવા લાયક રહેશે. તે નિયમિત રીતે પેન્શનની રકમ ચૂકવી શકે છે. લાભાર્થીની પત્ની અથવા પતિ અંશદાતાની મૃત્યુ થવાના કિસ્સામાં યોજનામાંથી બહાર થવા ઇચ્છતા હોય તો તેઓ ચૂકવેલા અંશદાન ઉપર વ્યાજ સહિત સમગ્ર રકમ મેળવી શકે છે અને યોજનામાંથી બહાર નીકળી શકે છે.

લાભાર્થીની મૃત્યુ બાદ હકદારને પણ ફાયદો થશેઃ નિયમ મુજબ પેન્શન શરૂ થયા બાદ લાભાર્થીની મૃત્યુ થવાની સ્થિતિમાં પત્ની અથવા પતિ પેન્શનના હકદાર બનશે અને તેને પેન્શનની રાશિની 50 ટકા રકમ ચૂકવવામાં આવશે.

Related posts

પ્રિમિયમ મારૂતિ વેગનઆરમાં શું હશે ખાસ ? જાણો તેની સાથે જોડાયેલી આ 5 વાતો

Mansi Patel

વેપારીઓ સાવધાન! ખુલ્લુ તેલ વેંચ્યુ તો જશો જેલના સળીયા પાછળ, ભરવો પડશે લાખો રૂપિયાનો દંડ

Ankita Trada

રાજ્યમાં કોરોનાના બની રહ્યા છે નવા રેકોર્ડ, સતત 600 પ્લસ નવા પોઝીટીવ સાથે 7 દિવસમાં 4500થી વધુ કેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!