ડોક્ટરની સલાહ વગર અને જરૂર ન હોવા છતાં વધુ પડતી એન્ટિબાયોટિક દવા પીવાથી વ્યક્તિને કિડની, લીવર ચામડી સહિતની તકલીફ થઈ શકે છે. આ અંગે જાગૃતિ માટે તા. ૧૮ થી ૨૪ નવેમ્બર દરમિયાન પ્રિવેન્ટિંગ એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ એકસાથે. થીમ ઉપર વર્લ્ડ એન્ટીબાયોટિક અવેરનેસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

સુરત શહેરમાં એવા કેટલાક વ્યક્તિઓ છે કે ડોક્ટરની સલાહ વગર અને જરૃર ન હોવા છતાં તે વ્યક્તિ ખાનગી મેડિકલ સ્ટોર માંથી એન્ટીબાયોટિક દવા લાવીને ગળે છે. શરદી કે ખાંસી કે તાવ અને ઝાડા ઉલટી બીમારી વાયરલ ઇન્ફેક્શનથી થાય છે તેમાં એન્ટિબાયોટિક દવા જરૂર હોતી નથી. છતા કેટલાક લોકો ડોક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક દવા લે છે.
એન્ટીબાયોટિક દવા હંમેશા ડોક્ટરની સલાહ મુજબ પૂરો ડોઝ અને પુરા સમયગાળા માટે લેવી જોઈએ. જરાક સારું થાય કે તાવ ઉતરે તો એન્ટીબાયોટિક દવા અધૂરી છોડવી નહીં. જ્યારે પાંચ વર્ષથી નાના બાળકોમાં મોટાભાગના તાવ વાઈરસ થી થાય છે અને તેમાં એન્ટીબાયોટિક દવાઓ બિલકુલ નકામી છે. પોતાના અને બીજાના અનુભવના પગલે એન્ટીબાયોટિક દવા લેવી અત્યંત જોખમકારક છે એમ સ્મીમેર હોસ્પિટલના બાળકો વિભાગમાં ડો. રજનીકાંન્ત પટેલે જણાવ્યું હતું.
ડોક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિક દવા લેવાથી કિડની, લીવર, લોહી પડવું, ચામડી સહિતની તકલીફ થઈ શકે છે. એન્ટીબાયોટિક દવાનો બિનજરુરી ઉપયોગ બંધ કરવા જાગૃતિ માટે આ વર્લ્ડ એન્ટીબાયોટિક ઓવેરનેસ સપ્તાહ ઉજવાય છે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી