GSTV

ઉન્નાવની ‘નિર્ભયાને’ મળ્યો આખરે ન્યાય, કુલદીપ સેંગરને ફટાકારાઈ આજીવન કેદ

Last Updated on December 20, 2019 by Karan

ઉન્નાવ રેપકેસમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કાઢી મૂકાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગરને આજીવન કેદની સજા ફટકારાઈ છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરની સજા પર શુક્રવાર 2 વાગ્યા સુધી ફેંસલો અનામત રાખ્યો હતો. કુલદીપ સેંગરની સંપત્તિ હાલમાં 44 લાખ રૂપિયા આંકવામાં આવી છે. સેંગરને 376 અને પોક્સો કલમ હેઠળ દોષિત જાહેર કરાયો છે. કોર્ટે આ સાથે સેંગરને 25 લાખનો દંડ ફટકાર્યો છે.

  • સજાની સુનાવણી સમયે સેંગર બે હાથ જોડીને ઉભો રહ્યો
  • આખરે રેપ પીડિતાને મળ્યો ન્યાય, ગુમાવ્યા છે પરિવારજનો
  • 25 લાખ રૂપિયા કોર્ટે સેંગરને ફટકાર્યો દંડ
  • ભાજપના ભૂતપૂર્વ આ ધારાસભ્ય ગણાતા હતા ઉન્નાવના બાહુબલી નેતા
  • સીબીઆઈએ વધારેમાં વધારે સજાની કરી હતી માગ
  • 17 ડિસેમ્બરના રોજ આ કેસમાં થઈ હતી દલિલો

ઉન્નાવ રેપ કેસના દોષિત અને ભાજપમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગરને ઉંમર કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ તેને 25 લાખ રૂપિયાનો જુર્માનો ફટકારવામાં આવ્યો છે. સેંગરને અપહરણ અને બળાત્કારનો દોષી જાહેર કરવામાં આવ્યો છે. સજા પર ચર્ચા દરમિયાન સીબીઆઈએ પણ સેંગરને વધુમાં વધુ સજા થાય તેવી માગ કરી હતી. 16 ડિસેમ્બરે દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને કલમ 376 અને પોક્સોના સેકશન 6 અંતર્ગત દોષી જાહેર કર્યો હતો.

આ ઉપરાંત સહ આરોપી મહિલા શશિસિંહને પણ દોષિત જાહેર કરી હતી. જ્યારે 17 ડિસેમ્બરે સજા પર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે આગામી સુનાવણી પહેલાં કુલદીપ સેંગરને પોતાની આવક અને સંપત્તિની સમગ્ર વિગત આપવાના આદેશ આપ્યા હતા. સેંગર પર 2017માં 17 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મનો આરોપ છે. સીબીઆઇ અને આરોપી તરફથી અંતિમ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 16 ડિસેમ્બર સુધી પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લખનઉની કોર્ટે આ કેસને દિલ્હી ટ્રાન્સફર કર્યો હતો અને જજ ધર્મેશ શર્માએ 5 ઓગસ્ટથી મામલાની સુનાવણી શરૂ કરી હતી. આ મામલો 2018માં પ્રકાશમાં ત્યારે આવ્યો જ્યારે પીડિતાના પિતાનું કસ્ટડીમાં મોત થયું હતું. જે બાદ પીડિતાએ પોતાની બહેનની સાથે લખનઉમાં પીએમ અવાસની બહાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ 28 જુલાઇએ પીડિતા રાયબરેલી જેલમાં બંધ પોતાના કાકાને મળી પરત થઇ રહી હતી ત્યારે તેની કારને એક ટ્રકે રહસ્ચમય રીતે ટક્કર મારી હતી.

શું છે સમગ્ર મામલો

સમગ્ર મામલો જોઇએ તો 4 જૂન મહિના, 2017માં ઉન્નાવની એક સોળ વર્ષીય છોકરીએ ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેમના સાથીદારો ઉપર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. પરંતુ આ મામલો સામે આવ્યા બાદ એ છોકરી જ ગાયબ થઇ ગઇ. એ પછી તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાવ્યાના 9 દિવસ બાદ પીડિતા ઔરેયા જિલ્લાના એક ગામમાં મળી જ્યાંથી તેને ઉન્નાવ પરત લાવવામાં આવી.

પોલીસે કુલદીપ સેંગરનું નામ કોર્ટમાં ન લેવા દબાણ કર્યું

પોલીસે એ વખતે તેને કોર્ટમાં રજૂ કરી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું. પીડિતાએ પોલીસ ઉપર પણ આરોપ મૂક્યો કે તેને પોતાના નિવેદનમાં ભાજપના ધારાસભ્યનું નામ ન લેવા માટે દબાણ કરવામાં આવ્યું. દસ દિવસ પછી પીડિતાને તેના પરિવારજનો પાસે મોકલી દેવામાં આવી પરંતુ તે સતત પોલીસ ઉપર દબાણ સર્જવાના આરોપ મૂકતી રહી.

પીડિતાનો પરિવાર ઉન્નાવ છોડીને દિલ્હી રહેવા આવી ગયો

કહેવાય છે કે ભારે દબાણના કારણે પીડિતાનો પરિવાર ઉન્નાવ છોડીને દિલ્હી રહેવા આવી ગયો પરંતુ પીડિતા પોતાની ફરિયાદ મુખ્યમંત્રીથી લઇને રાજ્યના તમામ વરિષ્ઠ અધિકારીઓને મોકલતી રહી કે જેથી આરોપી ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેમના ભાઇ અતુલ સેંગર વિરુદ્ધ કેસ દાખલ થાય. પરંતુ ક્યાંયથી પ્રતિસાદ ન મળતા પીડિતાએ છેવટે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટનો દરવાજો ખટખટાવ્યો કે આ મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવે. એ પછી ત્રીજી એપ્રિલે પીડિતાની માતાની અપીલ ઉપર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સુનાવણીમાં હાજરી આપવા માટે પીડિતાનો પરિવાર ઉન્નાવ પરત ફર્યો.

READ ALSO

Related posts

Olympics: ટોક્યોના દંગલમાં બજરંગ પુનિયાનો દમ, જીતની સાથે કર્યો આગાઝ: પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત!

pratik shah

મોદીએ ગુજરાતને ઠેંગો બતાવ્યો: ગુજરાત કરતાં મહારાષ્ટ્ર-રાજસ્થાન પર કેન્દ્ર સરકાર ફિદા, ગુજરાતને માત્ર 72 કરોડ ફાળવ્યા

Pravin Makwana

Tokyo Olympics: શાબાશ! હોકીના મેદાન પર બ્રોન્ઝથી ચૂકી ભારતની દિકરીઓ છતાં રચ્યો ઇતિહાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!