GSTV
Home » News » ઉન્નાવ પીડિતાની બહેને આપ્યું અલ્ટિમેટમ : કાર્યવાહી કરો નહીં તો CM આવાસ સામે કરીશ આત્મદાહ

ઉન્નાવ પીડિતાની બહેને આપ્યું અલ્ટિમેટમ : કાર્યવાહી કરો નહીં તો CM આવાસ સામે કરીશ આત્મદાહ

ઉન્નાવ રેપ પીડિતાની અંતે અંતિમવિધિ કરવામાં આવી છે. પીડિતાને તેના વતનમાં દફનાવવામાં આવી છે. આ પહેલાં પીડિતાના પરિવારે સીએમ યોગીને મળ્યા વગર મૃતદેહની અંતિમ વિધિ નહીં કરીએ તેવી વાત પર અડગ હતા. જો કે પોલીસ અને પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ પરિવાર સાથે વાત કરી અને તેને સમજાવતા આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. અને પીડિતાની દફનવિધિ કરાઈ હતી. પોલીસ કમિશનરે કહ્યું કે પીડિતા પરિવારને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

પીડિતાની બહેનને સરકારી નોકરી આપવામાં આવશે

પીડિતાની બહેનને સરકારી નોકરી આપવામાં આવશે. તેમજ આવાસ યોજના અંતર્ગત પરિવારને મકાન અપાશે. તેમજ હાલ જે મકાન છે તેને પાક્કું કરવામાં આવશે. આ ઉપરાંત યુવતીની બહેનને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવશે. તેમજ ઘર પર પણ સુરક્ષાકર્મીઓને તહેનાત કરાશે તેમજ દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપતાં અંતે પીડિતાની દફનવિધિ કરાઈ હતી.

આ દફનવિધિ અંગે પરિવારે જણાવ્યું કે અવિવાહિત યુવતીઓના અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા પરંતુ તેમના સમુદાયમાં તેમને દફનાવવામાં આવે છે. સાથે જ પીડિતાના ભાઈએ તેનું સ્મારક બનાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરી છે. તો બીજી તરફ પીડિતાની બહેને મુખ્યમંત્રી નિવાસસ્થાનની સામે આત્મદાહની ચેતવણી આપી છે. ઉન્નાવ રેપ પીડિતાની બહેને કહ્યું કે જો એક સપ્તાહમાં આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી ન કરવામાં આવી તો મુખ્યમંત્રી નિવાસસ્થાનની સામે આત્મદાહ કરીશ.

READ ALSO

Related posts

સુલેમાની અમેરિકા વિશે અપમાનજનક વાતો કરી રહ્યો હતો એટલે જ મારવાનો આદેશ આપવો પડ્યો

Mayur

‘કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી શકે તો આ કેમ નહીં ?’ કહી કર્ણાટક અને મહારાષ્ટ્ર બોર્ડરનો વિવાદ શિવસેનાએ અમિત શાહ પર ઢોળી દીધો

Mayur

કોંગ્રેસ ભોઠી પડી : ખૂદ એમના જ કદાવર નેતાએ નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!