GSTV
India News ટોપ સ્ટોરી

UP ELECTION/ ઉન્નાવ રેપ પીડિતાની માતાને કોંગ્રેસે આપી ચૂંટણીમાં ટિકિટ, પ્રિયંકા ગાંધીએ કરી દીધી મોટી જાહેરાત

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આગામી ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે હવે આ તમામની વચ્ચે યુપી ચૂંટણી માટે પાર્ટીએ 125 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે. ખાસ વાત એ છે કે, કોંગ્રેસે ઉન્નાવ રેપ પીડિતાની માતાને ટિકિટ આપી છે. આપને જણાવી દઈએ કે, ઉમેદવારોની પ્રથમ યાદીમાં આ વખતે 40 ટકા મહિલાઓ છે.

ઉન્નાવ રેપ કાંડને ળઈને કોંગ્રેસ સતત ભાજપ પર નિશાન સાધી રહ્યું છે. ઉન્નાવલ રેપ પીડિતાની માતાને ટિકિટ આપવાની જાણકારી આપતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમારા ઉન્નાવના ઉમેદવાર ગેંગરેપ પીડિતાની માતા આશા સિંહ છે. તેઓ ચૂંટણી લડવા માગે છે. અમે તેમનો મોકો આપ્યો છે. તેમણે આગળ કહ્યું કે, જે સતા દ્વારા તેમના પતિની હત્યા કરવામાં આવી, દિકરી સાથે રેપ થયો. અકસ્માત થયો. ત્યારે આવા સમયે આ સત્તા હવે પોતાના હાથમાં લઈ લે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, પ્રથમ યાદીમાં જે મહિલાઓ છે, તેમાં અમુક પત્રકાર છે. અમુક સંઘર્ષ શીલ મહિલાઓ છે. સામાજિક કાર્યકર્તા છે. અમુક એવી મહિલાઓ પણ છે, જેમણે ખૂબ જ અત્યાર વેઠ્યો છે.

10 ફેબ્રુઆરીથી મતદાન શરૂ

આપને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા સીટ માટે સાત તબક્કામાં મતદાન આગામી 10 ફેબ્રુઆરીથી શરૂ થશે. યુપીમાં સાત તબક્કામાં 10, 14, 20, 23, 27 અને 3, 7 માર્ચે મતદાન થશે. જ્યારે મતની ગણતરી 10 માર્ચે થશે. ચૂંટણી પંચે કોરોનાને ધ્યાને રાખચા યુપી, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી માટે 15 ફેબ્રુઆરી સુધી કોઈ પણ રાજકીય રેલીઓ અને રોડ શોની પરવાનગી નથી આપી.

READ ALSO

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી

Zainul Ansari
GSTV