GSTV
Home » News » વેન્ટિલેટર પર બેભાન થયા પહેલાં એક જ શબ્દો હતા કે હું મરી તો નહીં જાઉં ને !, હું મરવા નથી ઇચ્છતી

વેન્ટિલેટર પર બેભાન થયા પહેલાં એક જ શબ્દો હતા કે હું મરી તો નહીં જાઉં ને !, હું મરવા નથી ઇચ્છતી

હૈદ્રાબાદની જેમ યુપીના ઉન્નાવમાં ગેંગ રેપની પીડિતાને આરોપીઓએ સળગાવ્યા બાદ તેની સ્થિતિ અત્યંત ગંભીર બનેલી છે. હાલમાં તેને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. ઉન્નાવ રેપ કેસમાં આરોપીઓએ જીવતી સળગાવેલી યુવતીને ગઈકાલે એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં પણ તે બેહોશ થતાં પહેલાં સતત એક જ વાતનુ રટણ કરતી રહી હતી કે, આરોપીઓને છોડતા નહી. પીડિતા જીવ બચાવવા માટે 90 ટકા સળગીને એક કિલોમીટર સુધીને ચાલીને ગઈ હતી. જેને જોઈને લોકો ડરી ગયા હતા. દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર મોત સામે ઝઝુંમતી દિકરીને આજે પણ જીવવાની આશા છે. એક જ સવાલ કરી રહી છે કે હું મરી તો નહીં જાઉ ને. લખનઉંથી દિલ્હી શિફ્ટ કરતાં સમયે જ્યારે થોડી હોશમાં હતી ત્યારે પણ આ જ સવાલો હતા. હું મરવા નથી ઇચ્છતી. ભાઈ મારા ગુનેહગારોને છોડતો નહીં.

ડોક્ટરોનું કહેવું છે કે, તેની હાલત લગાતાર બગડી રહી છે. તે 90 ટકા દાઝી ગઈ છે અને આગામી 72 કલાક સુધી કશું કહી શકાય તેમ નથી. આ કેસના કારણે યુપી પોલીસ અને સરકાર પર ગંભીર સવાલો ઉઠ્યા છે.સંસદથી લઈને રસ્તાઓ પર તેનો વિરોધ થઈ રહ્યો છે.

પીડિતા પર રેપ કરનારા આરોપીઓ જામીન પર છુટ્યા હતા અને બાદમાં તેમણે પીડિતા પર કેરોસીન છાંટીને તેને જીવતી સળગાવતા આખા દેશમાં હાહાકાર મચેલો છે. તેના પર 2018માં રેપ થયો હતો.એ પછી 2019માં ફરિયાદ થઈ હતી. મુખ્ય આરોપી શિવમ ત્રિવેદી 30 નવેમ્બરે જામીન પર છુટ્યો હતો. તેણે બહાર આવતાની સાથે જ ભોગ બનેલી યુવતીને સળગાવીને મારી નાંખવાની કોશિશ કરી હતી.

પોલીસે આ મામલામાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે અને બીજા ત્રણ અટકાયતમાં છે. પીડિતાએ આપેલાનિવેદન પ્રમાણે ગુરુવારે ચાર વાગ્યે રાયબરેલી જવા માટેની ટ્રેન પકડવા સ્ટેશન જઈ રહી હીત ત્યારે ગૌરા ગામના વળાંક પર હરિશંકર ત્રિવેદી, કિશોર શુભમ, શિવમ અને ઉમેશે મને ઘેરીને મારા પર હુમલો કર્યો હતો. સીએમ યોગી આદિત્યનાથે પીડિતાને શક્ય તમામ ઇલાજ કરાવવા અને નરાધમો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો છે.

Related posts

ગુજરાત ભાજપમાં ‘આયાતી’ ઉમેદવારોનું ‘આવી’ બન્યું : ભાજપના પ્રદેશ માળખામાં હોદ્દો નહીં

Mayur

વિશ્વમાં ૪૭ કરોડથી વધુ લોકો બેકાર, સામાજિક અશાંતિ વધશે

Mayur

3592 કરોડની છેતરપિંડી કરનાર મુંબઇની ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ સામે CBIનો કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!