GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ઉન્નાવ રેપ કેસ : સુપ્રીમે તપાસ પૂરી કરવા સીબીઆઇને વધુ બે સપ્તાહનો સમય આપ્યો

ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને વધુ બે સપ્તાહનો સમય આપ્યો છે. હાલ આ કેસની તપાસ સીબીઆઇ પાસે છે અને તેને પુરી કરી લેવા માટે વધુ બે સપ્તાહનો સમય આપવામા આવ્યો છે.

સોમવારે સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં વધુ સમય માગ્યો હતો જેને માન્ય રાખવામા આવ્યો છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગર પર રેપનો આરોપ છે.

આ ઉપરાંત થોડા દિવસ પહેલા જ રેપ પીડિતાની કારને એક ટ્રકે ટક્કર મારી હતી જેને પગલે પીડિતા ગંભીર રીતે ઘવાઇ હતી જ્યારે તેના બે પરિવારજનોના મોત નિપજ્યા હતા. આ મામલે પણ સેંગર અને અન્યો પર હત્યાનો તેમજ હત્યાના પ્રયાસનો કેસ ચાલી રહ્યો છે.

આ કેસોમાં સીબીઆઇને અગાઉ પણ બે સપ્તાહનો સમય આપ્યો હતો જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે, કોર્ટને લાગી રહ્યું છે કે સીબીઆઇ આ મામલે ઝડપી અને યોગ્ય રીતે તપાસ કરી રહી છે જેને ધ્યાનમાં રાખીને આ વધુનો સમય આપવામા આવ્યો છે.

આ સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપક ગુપ્તા અને અરૂંધતી બોઝે રેપ પીડિતાના વકીલને પાંચ લાખની સહાય આપવા સરકારને આદેશ આપ્યો છે. પીડિતાના વકીલ પણ આ અકસ્માતમાં ઘવાયા હતા અને હાલ સારવાર હેઠળ છે પણ તેની સ્થિતિ પીડિતાની જેમ જ ગંભીર હોવાનું હોસ્પિટલે જણાવ્યું છે.

બીજી તરફ પીડિતાના પરિવારજનો દ્વારા મીડિયા અને સ્થાનિકોમાં જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમને કોઇ પણ પ્રકારની તકલીફ હોય કે કઇ કહેવું તો તમે અમારી સમક્ષ કઇ પણ કહેવા માટે સ્વતંત્ર છો, જાહેરમાં નિવેદનોથી તપાસ અને ટ્રાયલ બન્નેને અસર થઇ શકે છે.

Read Also

Related posts

લોકડાઉન : રાજ્યમાં અંદાજીત 30 હજાર લગ્નપ્રસંગો થયા કેન્સલ, લગ્ન ઈચ્છુક યુગલો નવા વર્ષની જોશે રાહ

pratik shah

મધ્યપ્રદેશના રાજભવનમાં કોરોનાની દસ્તક, 6 લોકોના રિપોર્ટ પોઝીટીવ આવતાં ફફડાટ

Bansari

કોરોના હાહાકારઃ દેશમાં એક જ દિવસે સૌથી વધુ 170 લોકોના અને મહારાષ્ટ્રમાં 97ના થયા મોત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!