GSTV
Home » News » ઉન્નાવના બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના ભાવિનો ફેંસલો 16 ડિસેમ્બરે

ઉન્નાવના બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના ભાવિનો ફેંસલો 16 ડિસેમ્બરે

વર્ષ 2017માં ઉન્નાવના બહુચર્ચિત દુષ્કર્મ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના ભાવિનો ફેંસલો 16 ડિસેમ્બરે થશે. દિલ્હીની તીસ હજારી કોર્ટે ઉન્નાવમાં યુવતી સાથે અપહરણ અને બળાત્કાર કેસમમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હવે 16 ડિસેમ્બરના રોજ કોર્ટ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને શશી સિંહ પર ફેંસલો સંભળાવશે.

જો આ કેસમાં કુલદીપસિંહ સેંગર દોષિત સાબિત થશે તો તેને આજીવન કેદની સજા થઇ શકે છે. જ્યારે કે શશી સિંહ પર આરોપ છે કે તે પીડિતાને કુલદીપ સેંગર પાસે લઇ ગઇ હતી. જ્યાં કથિત રીતે કુલદીપ સેંગરે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર કેસમાં કુલ 5 એફઆઇઆર દાખલ થયેલી છે.

અન્ય 4 મામલાઓની સુનાવણી હાલ ચાલી રહી છે. આ કેસમાં બીજી એફઆઇઆર પીડિતાની સાથે થયેલા ગેંગરેપ મુદ્દે દાખલ કરાઇ હતી. તો ત્રીજી એફઆઇઆર પીડિતાના પિતા સાથે મારપીટ અને ત્યાર બાદ પોલીસ કસ્ટડીમાં થયેલા તેમના મોત મુદ્દે થયેલી છે. જ્યારે કે અન્ય એફઆઇઆર પીડિતા સાથે થયેલા કાર અકસ્માત મુદ્દે થયેલી છે.

READ ALSO

Related posts

ભારતના પાડોશી દેશમાં બુરખા પર લાગશે પ્રતિબંધ, હંગામી ધોરણે કાયદો બનાવવા સંસદમાં પ્રસ્તાવ

Pravin Makwana

બેંગલુરૂમાં લાગ્યા કાશ્મીર મુક્તિના પોસ્ટર્સ, પોલીસે એક મહિલાની કરી ધરપકડ

Nilesh Jethva

દુનિયાના આ દેશો પાસે છે સૌથી વધુ સોનાનો ભંડાર, જાણો ભારત પાસે કેટલુ છે સોનુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!