GSTV
Home » News » ઉત્તરપ્રદેશમાં ગુંડારાજ કે જંગલરાજ, રૂલ ઓફ લૉના ચીંથરા

ઉત્તરપ્રદેશમાં ગુંડારાજ કે જંગલરાજ, રૂલ ઓફ લૉના ચીંથરા

ઉન્નાવ ગેંગરેપની ઘટના બાદ એક સવાલ શું ઉત્તરપ્રદેશમાં ગુંડારાજનું સ્થાન જંગલરાજ લઇ રહ્યું છે?  બેટી બચાવો, બેટી ભણાવોની વાતો વચ્ચે ગેંગરેપ જેવી ઘટના આ સવાલ ઉભો કરે છે.

ઉત્તરપ્રદેશના લખનૌ પાસે આવેલા ઉન્નાવ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત ચર્ચામાં આવ્યુ.

આ વખતે ઉન્નાવમાં જ એક 16 વર્ષીય સગીરા પર થયેલા ગેંગરેપના કારણે ચર્ચામાં આવ્યું છે.

હવે આ ઘટનામાં રાજનીતિ પણ ગરમાઇ છે ત્યારે સંપૂર્ણ હકિકત તો નિષ્પક્ષ તપાસ બાદ જ બહાર આવશે.

પરંતુ ઉત્તરપ્રદેશ માટે એટલું તો નક્કી છે કે આવી ઘટનાઓ જંગલરાજ હોવાની વાતોને સમર્થન આપે છે.

આરોપી વિરુદ્ધ પગલા લેવાની વાત તો દૂર તેની સામે એફઆઇઆર પણ નોંધાતી નથી અને પછી ઉત્તર પ્રદેશની સરકાર દાવા કરે છે કે યૂપીમાં ગુંડારાજ ખતમ કરી દેવામાં આવશે. ગુનેગારોને બક્ષવામાં નહીં આવે. એવું નથી કે જનતાને આવી ઘટના સામે ગુસ્સો નથી આવતો.

પ્રજા પણ રોષે ભરાય છે અને એટલા માટે જ 2007થી દરેક ચૂંટણીમાં જુદા જુદા પરિણામો સામે આવ્યા છે.

2007માં માયાવતીની બહુજન સમાજ પાર્ટીના શિરે તાજ ગયો તો 2012ની ચૂંટણી સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવના નામે રહી. એ પછી 2014ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ મોદીમય થઇ ગયુ અને 2017માં પણ પ્રદેશમાં મોદીલહેર બરાબર ચાલી.

પ્રજાના રોષ છતાં ઉત્તરપ્રદેશમાં ખાસ કશું બદલાયું નથી. રાજકીય પક્ષો સત્તામાં આવતા જ બધું બદલી નાખવાના વાયદા કરે છે, યૂપીમાં ગુંડારાજ ખતમ કરવાના દાવા કરે છે પરંતુ પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન એક જ બાબત બદલાય છે અને એ છે બ્યુરોક્રસી.

દર વખતે સત્તામાં ફેરફાર થયા બાદ કોઇ ખાસ અટક ધરાવતા અધિકારીઓને સમગ્ર રાજ્યમાં મહત્ત્વના હોદ્દાઓ પર બેસાડી દેવામાં આવે છે. આ ફેરફાર કરવામાં કોઇ ચૂક પણ નથી થતી કે જરાય વાર પણ નથી લાગતી.

આ જ કારણે યૂપીની સરકાર પ્રજા સમક્ષ કદી પોતાનો નિષ્પશ્ર ચહેરો રજૂ કરી શકી નથી. કાયદાના પાલન માટે પ્રશાસન નિષ્પક્ષ હોય એ અત્યંત જરૃરી છે પરંતુ ઉત્તરપ્રદેશમાં આવું બન્યું નથી.

આજે પણ ઉત્તરપ્રદેશમાં જુદા જુદા વિસ્તારોમાં માથાભારે તત્ત્વોનું આધિપત્ય ચાલ્યું આવે છે. અને રાજકીય પક્ષો આ માથાભારે તત્ત્વોને નાબૂદ કરવાના બદલે પોતાનામાં સામેલ કરી લેવા માટે મથ્યા કરે છે. એ કારણે યૂપીમાં સામાજિક વ્યવસ્થાનું અજીબ ચિત્ર સર્જાય છે. આ માથાભારે લોકોના ઇશારે રાજકીય અને સામાજિક જોડાણે બને છે કે બગડે છે, આ પ્રકારની માથાભારે લોકોને તાબે થઇ જવાની નીતિએ જ સરકારની વિશ્વસનિયતાને ભારે નુકસાન પહોંચાડયું છે. એટલા માટે જ રૂલ ઓફ લૉના ચીંથરા ઊડે છે.

 

Related posts

રઘવાયા પાકને જવાબ: ભારતીય સેનાએ ઉડાવી દીધી પાકિસ્તાની ચોકી, એક ભારતીય જવાન શહીદ

Bansari

ઈસાઈ મિશનરીની શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થિનીઓ માટે અસુરક્ષિત : મદ્રાસ હાઈકોર્ટ

Mayur

ઈમરાન ખાનને પરેશ રાવલનો ‘બાબુ રાવ’ સ્ટાઈલ જવાબ, આખુ વર્ષ ‘મોદી મોદી’ ભણ્યા અને પરિક્ષામાં અમિત શાહ પૂછાઈ ગયું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!