GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ઉન્નાવ રેપ પીડિતાના ન્યાય પ્રદર્શનમાં હસતી જોવા મળી જયા બચ્ચન, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

બોલિવૂડ એક્ટ્રેસથી સપાની સાંસદ બનેલી જયા બચ્ચન પોતાની તેજ ઈમેજ માટે ઓળખાય છે. જોકે હવે તે પોતાના ફોટાના કારણે ચર્ચામાં છે. આ તસવીરો ઉન્નાવ રેપ કેસ મુદ્દા પર પીડિતાને સપોર્ટ માટે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન લેવામાં આવી છે.

આ ફોટામાં જયા બચ્ચન સાથે બીજા પણ નેતાઓ જોવા મળ્યા હતા. જયા તેના ફોટાના કારણે સોશિયલ મીડિયા પર બહુ જ ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે. જયા બચ્ચનના આ ફોટાને લઈ ટ્વિટર પર લોકો તેને લઈ ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે. રેપ પીડિતાનો એક્સીડેન્ટ થઈ ગયા બાદ લોકોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો જોવા મળે છે. દરેક જગ્યા પર તેને ન્યાય માટે પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં જ ઉન્નાવ રેપ પીડિતાને ન્યાય અપાવા માટે દિલ્લીમાં થયેલા એક પ્રોટેસ્ટમાં જયા બચ્ચન સામેલ થઈ હતી. આ પ્રદર્શનમાં કેટલાક રાજકિય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રદર્શન વખતે લોકો લાઈનમાં ઊભા રહ્યા હતા. ત્યારે જયા બચ્ચને કંઈક એવું કર્યું કે તે ફોટાએ તેના માટે મુસીબત ઉભી કરી દીધી.

તે ફોટામાં પ્રદર્શન વખતે હસતી જોવા મળી હતી. ખાલી જયા જ નહીં આસપાસ પર ઊભેલા લોકો પણ હસતા જોવા મળ્યા હતા. આટલી ગંભીર વાત પર ન્યાય માગતા પ્રદર્શનમાં જયા હસતી કોઈને પસંદ આવી નથી. બસ આ વાતને લઈ લોકોએ તેના ટ્રોલ કરવાની શરૂ કરી.

એક યુઝરે લખ્યું, દુર્ભાગ્યપૂર્ણ વાત છે આ તસવીરમાં ખાલી ગાંઘીજી જ ઉદાસ દેખાઈ રહ્યા છે. તેની સાથે લોકોએ તેને પોલિટિકલ પ્રોપેગેન્ડા અને શરમની વાત કહી છે. એક યુઝરે એ પણ લખ્યું કે, તેનું આ પ્રકારનું કામ મહિલાઓ માટે અપમાજનક છે. જયાને કંઈક આવા પ્રકારની જ કોમેન્ટો મળી રહી છે. જોકે આ વાત પર અત્યાર સુધી જયાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Read Also

Related posts

ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર સવાલો, માનવ અધિકાર પંચમાં પહોંચ્યો કેસ

Harshad Patel

1800 લોકોના મોત: આ દેશ પર મંડરાઈ રહ્યો છે કોરોનાથી પણ વધુ ખતરનાક બિમારીનું જોખમ, ચીને આપી ચેતવણી

Pravin Makwana

સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી, કોરોના પોઝિટિવ દર્દીને ઘરે જવાનું કહ્યુ હોવાનો વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!