GSTV

ઉન્નાવ ગેંગરેપ કેસમાં કુલદીપ સેંગર સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો

Last Updated on August 7, 2019 by Alap Ramani

યુપીના ચકચારી ઉન્નાવ ગેંગરેપ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. ભાજપના ધારાસભ્ય સામે અપહરણ અને ધમકીની કલમ પણ લગાડવામાં આવી છે.

આ યોગી સરકારે સીબીઆઇ તપાસનો નિર્ણય પણ કર્યો છે. આ સાથે આ કેસમાં ઉન્નાવ જિલ્લાના બે તબીબોને સસ્પેન્ડ કરાયા છે. વીતી મધરાતે ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સમર્થકો સાથે લખનૌમાં એસએસપી આવાસે પહોંચ્યા હતા, જ્યાં હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.

અહેવાલ હતા કે સેંગર સરંડર કરવા આવ્યા છે.  જો કે સરંડરના આ અહેવાલો પાયાવિહોણા નીકળ્યા હતા. સેંગરે પોતાને નિર્દોષ જણાવી એસએસપીને મળવા આવ્યાનુ જણાવ્યુ હતુ. જો કે સરંડરના સવાલ પર તેમણે કહ્યુ હતુ કે પાર્ટી હાઇકમાન જે આદેશ આપશે તેનુ તેઓ પાલન કરશે.

સેંગરે તેમની વિરૂદ્ધ કાવતરૂ રચાયાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યુ કે મે સપનામાં પણ નહોંતુ વિચાર્યુ કે મને રેપનો આરોપી બનાવ્યો છે. મારા વિરૂદ્ધ ષડયંત્ર કરાયુ છે. મારો મીડિયા ટ્રાયલ થયો છે. હું નિષ્પક્ષ તપાસ ઇચ્છુ છું.

 

Related posts

મહામારી/ વિશ્વમાંથી મંદી દૂર કરવા 650 અબજ ડોલરની મદદ કરશે IMF, આ દેશોને સહાય માટે અપાઈ ગઈ લીલીઝંડી

pratik shah

BIG BREAKING: મોલ્ડો વાતચીતથી નિકળ્યો રસ્તો, ભારત-ચીન ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી હટાવશે પોતાની આર્મી!

pratik shah

ભડકો/ શરદ પવાર રમી રહ્યાં છે રાજકારણ, પીએમ મોદી બાદ હવે અમિત શાહ સાથે કરી ટોપલેવલની બેઠક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!