GSTV
Home » News » ભાજપના ઘરના ભેદીઓ જ ભાજપના ઉમેદવારને હરાવશે, ઊંઝા જીતવી આશાબેન માટે નથી સહેલી

ભાજપના ઘરના ભેદીઓ જ ભાજપના ઉમેદવારને હરાવશે, ઊંઝા જીતવી આશાબેન માટે નથી સહેલી

કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા ડોક્ટર આશાબેન પટેલ ઊંઝા વિધાનસભાની બેઠક ઉપર ભાજપની ટિકિટ પરથી લડશે. ઊંઝાના ધારાસભ્ય પદેથી રાતોરાત રાજીનામું આપી દેનાર આ ડોક્ટર આશાબેન પટેલને ફરીથી પેટાચૂંટણીમાં જીતવું અઘરું છે, કારણ કે ભાજપના દિગ્ગજ નેતા નારણ લલ્લુ અને તેમના સમર્થકો ડોક્ટર આશાબેનને હરાવવા માટે મેદાને પડ્યા છે.

નારણ પટેલ અને આશા બહેન પટેલ

નારણ લલ્લુના સમર્થકો આજે પણ છે નારાજ

ઊંઝા વિધાનસભા બેઠકના ઉમેદવારો માટે ની સેન્સ લેવા આવેલા નિરીક્ષકો સમક્ષ પણ નારણ લલ્લુના સમર્થકોએ ખુલ્લી ધમકી આપી હતી કે જો આશાબેનને ઊંઝા બેઠક માટે ટિકિટ આપશો તો અમે તેમને હરાવીશું એટલું જ નહીં ઉમેદવારી પત્ર ભરવાના આગલા દિવસે એટલે કે 3જી એપ્રિલે નારણ લલ્લુના સમર્થકો બસ ભરીને કમલમમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો કે એક તબક્કે સ્થિતિ કાબૂ બહાર જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, ત્યારબાદ વડાપ્રધાનના વિશ્વાસુ ગણાતા ભીખુ દલસાણીયા કમલમમાંથી બહાર આવ્યા હતા. તેઓએ ટોળાના માણસો સાથે વાતચીત કરી હતી અને યોગ્ય કરવાની ખાતરી આપી બધાને રવાના કર્યા હતા.

ભાજપ હાઇકમાન્ડે આશાબેનને ટિકિટ આપી દીધી

જોકે ટોળાએ ચોખ્ખી ધમકી આપી હતી કે જો આશાબેન પટેલને ટિકિટ આપવામાં આવશે તો અમે તેમના વિરુદ્ધમાં કામ કરીશું. આમ છતાં ભાજપ હાઇકમાન્ડે આશાબેનને ટિકિટ આપી દીધી છે. જેને કારણે ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને ઊંઝામાં માહોલ ખૂબ જ ખરાબ થઈ રહ્યો છે. ઊંઝા બેઠક માટે ભાજપની ટિકિટ પરથી ફોર્મ ભરનાર આશાબેને પ્રચાર કાર્ય શરૂ કર્યું છે તે સમયે જ આશાબેન નો પરચો પણ મળી ગયો છે.

નારણ લલ્લુ આ વખતે ભાજપ હાઈકમાન્ડને પાઠ ભણાવવા માગે છે

આશાબેને સોસાયટીમાં મહિલા મતદારો માટે એક બેઠક રાખી હતી. જેમાં માત્ર 20થી 22 જેટલી મહિલાઓ આવી હતી. આશા બેનની અપેક્ષા કરતા હાજરી 20% પણ નહોતી બીજી બાજુ વરસોથી ભાજપમાં રહેલા અને 2017ની ચૂંટણીમાં આશાબેન પટેલ સામે હારી ગયેલા ભાજપના દિગ્ગજ નેતા નારણ લલ્લુ આ વખતે ભાજપ હાઈકમાન્ડને પાઠ ભણાવવા માગે છે. આથી જ તેમના સમર્થકોએ અત્યારથી જ આશાબેન પટેલ ચૂંટણીમાં હારી જાય તેવું વાતાવરણ બનાવવાનું શરૂ કરી દીધું છે. આથી એવું દેખાઈ રહ્યું છે કે ઊંઝા વિધાનસભાની બેઠક જીતવી ભાજપ માટે જરા પણ સહેલું કામ નહીં હોય.

Related posts

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Path Shah

કાશ્મીર મામલે પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, માલદીવે આપ્યો આ સણસણતો જવાબ

Path Shah

અલ્પેશ ઠાકોર પ્રધાન બનવા અધીરા બન્યા, પક્ષપલટુને રોકવા પાટીદારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!