GSTV
Gujarat Government Advertisement

ભક્તોમાં હરખની હેલી: આજથી શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલ્યા, ગુજરાતમાં ધાર્મિક સ્થળોમાં લોકોની અવરજવર વધી

Last Updated on June 11, 2021 by Pravin Makwana

જેની શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા આખરે તે શુભ ઘડી આવી ગઇ છે. આજથી શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલ્યા છે. કોરોનાની મહામારીએ ભગવાનના પણ દર્શન દુર્લભ કરી નાખ્યા હતા.

જેથી શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા ભાવાતુર બની ગયા હતા. પણ આખરે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા રંગ લાવી છે. અને હવે મહામારીનો અંત નજીક આવી ગયો. જેથી રાજ્યના વિવિધ ધાર્મિક સ્થાનો આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામા આવ્યા છે.

જો કે લોકોએ  કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્કના નિયમોનું કડક પાલન થાય તેની તકેદારી રાખવાની રહેશે. તો રાજ્યના દરેક ધાર્મિક સંસ્થાઓએ એક સાથે 50થી વધુ શ્રદ્ધાળુઓ એકત્ર ન થાય તેની કડકપણે તકેદારી રાખવાની રહેશે.

જેથી રાજ્યના તમામ ધાર્મિક સ્થાનોએ મંદિર ખુલે તે પહેલા સેનેટાઇઝિંગ, સાફસફાઇ સહિતની કામગીરી આરંભી છે તો ઘણા લાંબા સમય બાદ મંદિરો શ્રદ્ધાળુઓના દર્શનાર્થે ખુલતા હોવાથી એક સાથે ભીડ એકત્ર ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત અને સિક્યુરીટીની પણ વ્યવસ્થા કરવામા આવી રહી છે.

કોરોનાની મહામારીથી હવે રાહત મળી છે. જેથી શ્રદ્ધાળુઓમાં ઉમંગ છે. જેથી શ્રદ્ધાળુઓના આગમન પર્વે મા ઉમિયાનું ધામ ઊંઝા, પાવાગઢ. અને બહુચરાજી મંદિર તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામા આવી છે, તો ડાકોર, શામળાજી અને દ્વારકા મંદિર તંત્ર પણ સજ્જ બન્યું છે, તો જગતના નાથ જગન્નાથનું અમદાવાદ સ્થિત મંદિર પણ દર્શનાર્થીઓના આગમન માટે સજ્જ થયું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!