GSTV

અનલોક પાર્ટ-2 શરૂ થતા જ દારૂની ખેપ વધી, રાજસ્થાનથી ઓટો રિક્ષામાં દારૂ લાવતા બે વ્યક્તિની ધરપકડ

અનલોક પાર્ટ-2 શરુ થતાની સાથે જ દારૂની ખેપ મારવા વાળાઓની વર્ધિઓ વધી ગઈ હોવાના કિસ્સાઓ શહેરમાં સામે આવી રહ્યા છે. રામોલ પોલીસે આવા જ બે વ્યક્તિઓની દારૂના જથ્થાની સાથે ધરપકડ કરી લીધી છે. અત્યાર સુધી તમે સૌ કોઈએ સાંભળ્યું હશે કે બોર્ડર પરથી દારૂ ભરેલી ગાડી આવતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે રાજસ્થાનથી દારૂ લવાયો અને તે પણ ઓટો રિક્ષામાં જી હા વાત બિલકુલ સાચી છે. શૈલેષ પટેલ અને રાહુલ પારઘી નામના બે વ્યક્તિઓએ ઓટો રિક્ષામાં પાંચ થી વધુ વખત દારૂની હેરાફેરી કરી ચુક્યા છે. નવાઈની વાત તો ત્યાં થાય છે કે રિક્ષામાં દારૂ અમદાવાદ સુધી પોહ્ચ્યો કેમનો હશે,તે એક મોટો સવાલ થાય છે.

અંદાજિત 50 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે બંને આરોપીઓ રાજસ્થાનથી અમદાવાદમાં દારૂ લાવતા હતા. ઓટો રિક્ષાની નીચેના ભાગે નટ બોલ્ટ લગાડી પતરું ફિટ કરવામાં આવ્યું હતું જેમાં દારૂ છુપાવવામાં આવતો હતો. પરંતુ પોલીસના પણ બાતમીદારો ઘણા હોય છે જેના લીધે આવા શાતીર આરોપીઓ પોલીસ પકડથી બચી શકતા નથી. લોકડાઉન બાદ અનલોક થતાની સાથે જ શહેરમાં ફરી એક વખત ગુનાખોરીની દુનિયામાં ગુનેગારોએ રી-એન્ટ્રી કરી નાખી હોય તેવું લાગી રહ્યું છે. જેમ જેમ સામાન્ય બજારો પોતાની ગતિ પકડી રહ્યા છે તેમ તેમ ગુનેગારો પણ કોરોના વાયરસનો ડર પડતો મૂકીને પાછા ગુનેગારી તરફ વળી રહ્યા હોય તેવું જણાઈ આવે છે.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!