GSTV
Gujarat Government Advertisement

મોટી રાહત: ગુજરાતને લોકડાઉનમાંથી મળી મુક્તિ, આજથી પ્રતિબંધ થયાં હળવા, તમામ ગતિવિધિઓ થઈ શરૂ

Last Updated on June 11, 2021 by Pravin Makwana

રાજ્યમાં કોરોનાના કેસોમાં ખાસ્સો એવો ઘટાડો થયો છે. ત્યારે રાજ્ય સરકારે લાદેલા પ્રતિબંધો આજથી હળવા થયા છે. આજથી તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે.

એટલે કે અત્યાર સુધીની સમયમર્યાદામાં એક કલાકનો વધારો કરાયો છે. તો રેસ્ટોરન્ટ અને હોટલ સવારે ૯ થી સાંજે ૭ સુધી 50 ટકા બેસવાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ શકશે. આ ઉપરાંત લાઇબ્રેરી ૫૦ ટકા હાજરી સાથે શરૂ કરાશે. બાગ બગીચા પણ સવારે ૬થી સાંજે ૭ સુધી ખુલ્લા રહેશે.

જીમ સંચાલકો તેમના એકમો 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરી શકશે. તો  વિદેશ જવા ઇચ્છતા IELTS અને ટોફેલ પરીક્ષા એસઓપીના પાલન સાથે યોજવાની પણ છૂટ અપાઇ છે.

રાજકીય, સામાજિક બેસણું, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્યાદામાં યોજી શકાશે. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે.

તો શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.. જોકે રાજ્ય સરકારે રાત્રી કફ્યુ યથાવત રાખ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!