GSTV

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

કોવિડ-19ની મહામારીને કારણે સરકાર દ્વારા ભીડ એકત્રિત થાય તેવા મેળાવડા અને સમારંભો ઉપર અંકુશ મુક્યો છે
જેને કારણે લગ્ન પ્રસંગ અને અન્ય ઉજવણીઓ છેલ્લા છ માસથી બંધ છે. સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં હાલ 100 વ્યક્તિઓના એકત્રિત થવા ઉપર છૂટ આપવામાં આવી છે. ત્યારે હાલોલ ખાતે ફરસખાના ધારકો દ્વારા આજરોજ સૈયુક્ત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં સરકાર દ્વારા અનલોક 5માં પ્રસંગો કરવાની છુટ આપવામાં આવે અને 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. દેશભરના ફરસખાના ધારકો અને કેટરિંગના વ્યવસાય લોકોની હાલત ખુબ દયનિય છે ત્યારે સરકાર દ્વારા તેઓની માંગ અંગે ગંભીરતાથી વિચારવામાં આવે તેવી ઈચ્છા જતાવવામાં આવી હતી.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!