GSTV

કામના સમાચાર/સ્કૂલ કોલેજો ખુલશે કે નહીં? : અનલોક-5માં લેવાઈ ગયો છે આ મોટો નિર્ણય

કોરોના મહામારી અટકાવવા સૌથી પ્રથમ શાળા કોલેજોને લોક કરાયા બાદ હવે અનલોકમાં 5 માં શાળા કોલેજોને ખોલવા માટેની મંજૂરી કેન્દ્રિય ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન અંતર્ગત દેશમાં હવે 15 ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી છે. કેન્દ્ર સરકારે સ્કૂલો કોલેજોને ઓપન કરવાની મંજૂરી આપી છે. સ્કૂલો રિઓપન દરમિયાન સ્કૂલ, ઈન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ બેઝ સિચ્યુએશન મુજબ અને અભ્યાસક્રમ મુજબ ફોલો કરવાનું રહેશે. જેમાં નવી ગાઈડલાઈન મુજબ સ્કૂલોમાં અભ્યાસ કરાવવાનો રહેશે. કોરોના મહામારી વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક સાથે સ્કૂલો ઓપન કરવાની નવી માર્ગદર્શિકા આવી શકે છે. સ્કૂલોમાં સેનેટાઈઝીંગ સહિતની કામગીરી સાથે હવે સ્કૂલોનો આરંભ થઈ શકે છે. કેન્દ્ર સરકારે આ બધી બાબત માટે રાજ્ય સરકારોને પોતાની રીતે નિર્ણય લેવા જણાવ્યું છે. રૂપાણી સરકાર કેવી રીતે સ્કૂલો ચાલુ કરે છે તે હવે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.

  • સ્કૂલ-કોલેજ-કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકાર નિર્ણય લેવા મુક્ત.
  • વિદ્યાર્થીની સ્કૂલમાં હાજરી બાબતે સંપૂર્ણ આધાર વાલીની સંમતિ પર રહેશે.
  • સ્કૂલોએ ખૂલ્યા પછી પણ શિક્ષણ વિભાગની એસઓપીનું ચુસ્ત પાલન કરવું પડશે.
  • ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને જ પહેલી પસંદગી આપવા ભલામણ.
  • સ્કૂલો ખૂલ્યા પછી પણ જે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ જ લેવા માગે તેને સ્કૂલમાં હાજર રહેવા ફરજ ન પાડો.
  • વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ/કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે.
  • કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય પણ આ રીતે જ લેવાશે.
  • પીએચડી-અનુસ્નાતક જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 15મી પછી લેબને મંજૂરી.

ઓનલાઈન અભ્યાસ કરવા માંગે તો ફિઝીકલી હાજરીની ફરજ ન પાડવી

જો કે અનલોક 5માં કેન્દ્ર સરકારે શાળા કોલેજો સહિત મોટા ભાગની તમામ બાબતો પર રોક હટાવી દીધી છે. પરંતુ તેની ક્ષમતા મુજબ રાજ્ય સરકાર પોતાની રીતે નિર્ણય લેવા જણાવ્યું છે. અર્થાત ટૂંક સમયમાં જ હવે સ્કૂલો, કોલેજો ચાલુ કરવા બાબતે રાજ્ય સરકારો અલગથી નિર્ણય લેશે. પરંતુ હાલમાં 15 ઓક્ટોબરથી કેન્દ્રીય શાળા કોલેજો ચાલુ થવા જઈ શકે છે. જે વિદ્યાર્થી ઓનલાઈન અભ્યાસ કરવા માગતા હોય તો તેને ફિઝીકલી હાજર રહેવા ફરજ પાડી શકાશે નહીં.

વિદ્યાર્થીની હાજરી માટે લેખિતમાં માતાપિતાની પરમિશન સાથે જ હાજર રાખી શકાશે

ઓનલાઈન, સોશ્યલ ડિસ્ટન્સ લર્નિંગ ક્લાસ લેવા કે પછી રેગ્યુલર અભ્યાસ કરાવવો તે રાજ્ય સરકારો પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરવો હોય તે ઓનલાઈન અભ્યાસ કરશે તો ફિઝીકલી એટેન્ડ કરવા માટે પણ માતાપિતાની ફરજિયાત પરમીશન સાથે થઈ શકાશે. વિદ્યાર્થીઓને સ્કૂલોમાં હાજરી માટે આ સિચ્યૂએશનમાં લેખિતમાં માતાપિતાની પરમિશન સાથે જ હાજર રાખી શકાશે.

એક ઓક્ટોબરથી સ્વૈચ્છિક રીતે શાળાએ જવાની મંજૂરી આપવાના આદેશ પર પણ રોક

જ્યાં દશમું અને બારમાં ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ એક ઓક્ટોબરથી સ્વૈચ્છિક રીતે શાળાએ જવાની મંજૂરી આપવાના આદેશ પર પણ રોક લગાવી દીધી છે. વાલીઓના વિરોધ બાદ સરકારે આ નિર્ણયમાં ફેરફાર કર્યા છે. વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલાવની વાતને ફગાવી દીધી હતી. ત્યારે હવે આગામી આદેશ સુધી વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલાવાને લઈને સરકારે પણ નિર્ણય પર રોક લગાવી દીધી છે. હવે રાજ્ય સરકાર પર સ્કૂલો કોલેજો ખોલવી કે નહીં તેનો નિર્ણય લેવાશે.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!