GSTV
Corona Virus India News ટોપ સ્ટોરી

UNLOCK-5ની ગાઈડલાઈન જાહેર: 50% સીટો સાથે સિનેમાઘરો ખૂલશે, મળી આ છૂટછાટો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Home Ministry)અનલોક 5(Unlock 5) માટે ગાઈડલાઈન જાહેર કરી છે. કેન્દ્ર સરકારે અવલોક-5ની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. જેમાં 50 ટકા દર્શકો સાથે થિયેટરો ખોલી શકાશે. અનલોકનાં આ તબક્કામાં દુર્ગા પૂજા, નવરાત્રિ, દશેરા જેવા મોટા તહેવારો આવવાના છે ત્યારે દેશમાં કોરોના ચેપનું સંક્રમણમાં વધારો ન થાય તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. અનલોક 4માં જીમ, ધાર્મિક સ્થળ વગેરે ખોલવામાં આવ્યા હતા. પરંતુ સિનેમા હોલ સ્વિમિંગ પુલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક વગેરે ખોલવાની મંજૂરી મળી ન હતી. તેને 15 ઓક્ટોબરથી ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી છે. તો, મહારાષ્ટ્ર સરકારે કન્ટેન્ટ ઝોનમાં લોકડાઉન 31 ઓક્ટોબર સુધી વધાર્યું છે.

  • 15 ઓક્ટોબર બાદ શાળા અને ટ્યૂશન ખોલવાની સત્તા રાજ્ય સરકારને આપવામાં આવી છે.
  • કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં શાળા, કોલેજ અને થીયેટર નહી ખુલી શકે
  • 200 લોકોની મર્યાદા સાથે 50 ટકા દર્શકોને ઓડિટોરિયમમાં પ્રવેશ આપી શકાશે
  • ઓનલાઈન એજ્યુકેશનને પ્રાથમિકતા આપવાની સૂચના
  • શાળાઓ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ ઈચ્છે તો ઓનલાઈન શિક્ષણ આપવુ પડશે.
  • કન્ટેઈનમેન્ટ ઝોનમાં શાળા કોલેજો અને થિયેટર હજુ પણ નહીં ખૂલે
  • રમતવીરો માટે 15 ઓક્ટોબરથી સ્વિમિંગ પુલમં કરી શકાશે ટ્રેનિંગ
  • કન્ટેઈનમેન્ટ ઝોનમાં શાળા કોલેજો અને થિયેટર હજુ પણ નહીં ખૂલે
  • રમતવીરો માટે 15 ઓક્ટોબરથી સ્વિમિંગ પુલમં કરી શકાશે ટ્રેનિંગ
  • સ્પોર્ટ પર્સન સાથે સ્વીમિંગ પુલ ખોલવાની જાહેરાત
  • સામાજિક અને રાજકિય રેલીમાં 100 લોકોને મંજૂરી
  • B ટૂ B એક્ઝીબિશનનું આયોજન કરી શકાશે

અનલોક 5માં સામાજિક / શૈક્ષણિક / રમતો / મનોરંજન / સાંસ્કૃતિક / ધાર્મિક / રાજકીય કાર્યો અને અન્ય મંડળોને પહેલાંથી જ COVID19 કન્ટેન્મેન્ટ ઝોનની બહાર 100 વ્યક્તિઓની ટોચમર્યાદાની મંજૂરી આપવામાં આવી છે.15 ઓક્ટોબર પછી, અનલોક 5 માં શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારોને આપવામાં આવ્યો છે. આ માટે માતાપિતાની સંમતિ પણ જરૂરી રહેશે.

કર્ણાટકમાં 15 ઓક્ટોબર સુધી કોઈ શાળાની મુલાકાત નથી

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગે 15 ઓક્ટોબર સુધી પોતાની શંકાઓને સ્પષ્ટ કરવા માટે હાઈસ્કૂલ અને પ્રી-યુનિવર્સિટી કોલેજના વિદ્યાર્થીઓને તેમની શાળા અથવા પીયુ કોલેજ કેમ્પસની મુલાકાત લેવાની મંજૂરી ન આપવાનો નિર્ણય લીધો છે.

ભારતમાં કોરોના વાયરસના ચેપના એક દિવસમાં નવા 80,472 કેસ નોંધાયા પછી બુધવારે દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 62 લાખથી વધુ થઈ ગઈ છે. તો, ચેપ મુક્ત થનારા લોકોની સંખ્યા પણ 51,87,825 પર પહોંચી ગઈ છે, જેના કારણે રિકવરીનો દર 83.33 ટકા પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ચેપના કુલ કેસો વધીને 62,25,763 થયા છે જ્યારે 1,179 વધુ લોકોના મોત પછી મૃતકોની સંખ્યા વધીને 97,497 થઈ ગઈ છે. આ આંકડા મુજબ, દેશમાં કોરોના વાયરસ મૃત્યુ દર 1.57 ટકા છે.

READ ALSO

Related posts

BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા

Hardik Hingu

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar

સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…

Rajat Sultan
GSTV