GSTV

અનલોક 3: આવતી કાલથી જીમ-યોગા ઇન્સ્ટિટ્યૂટ ખુલશે, જાણી લો શું છે નવી ગાઇડલાઇન

જીમ

કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે પાંચમી તારીખે સમગ્ર દેશમાં જીમ અને યોગા ઇન્સ્ટિટયૂટ ખુલવા જઇ રહ્યા છે. જેને લઇને સરકારે એક ગાઇડલાઇન જારી કરી છે. આ ગાઇડલાઇનમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જીમ કે યોગા ઇન્સ્ટિટયૂટ નહીં ખોલવામાં આવે. જ્યારે જે વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર નથી કરવામાં આવ્યો ત્યાં જ ખોલી શકાશે.

ઉપરાંત સરકારે કેટલાક ચોક્કસ નિયમોનું કડક પાલન કરાવવા પણ દરેક રાજ્યોને કહ્યંુ છે. જેમ કે સ્પાસ, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પુલ બંધ રહેશે. સાથે જ 65 વર્ષથી વધુ વયના કે જેમને અન્ય બિમારીઓ પણ હોય તેઓ તેમજ ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી વયના બાળકો વગેરેએ અતી ગીચ વિસ્તારમાં આવેલા જીમનો ઉપયોગ ન કરવો. 25મી માર્ચે સરકારે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું, જે સાથે જ જીમ અને યોગા ઇન્સ્ટિટયૂટ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.

જીમમાં આ નિયમોનું કરવુ પડશે પાલન

તેથી પહેલી વખત આ બન્ને સ્થળોને ખોલવામાં આવ્યા છે. સરકાર દ્વારા અનલોક-3 જાહેર કરવામાં આવ્યું તેના ભાગરૂપે આ પગલુ ભરવામાં આવી રહ્યું છે. યોગા ઇન્સ્ટિટયૂ અને જિમ્નેશિયમ પર થર્મલ સ્ક્રિનિંગ તેમજ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવે તેવા આદેશ અપાયા છે.

જોકે જીમ સંચાલકો માટે સૌથી મોટો પડકાર જીમમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોને સેનિટાઇઝ કરવાનો રહેશે કેમ કે એક જ ઇક્યૂપમેન્ટનો ઉપયોગ અનેક લોકો કરતા હોય છે, એવામાં એક વ્યક્તિ કોઇ ઇક્યૂપમેન્ટનો ઉપયોગ કરી તે તુરંત બાદ તેને સેનિટાઇઝ કરીને અન્ય વ્યક્તિને ઉપયોગમાં કેવી રીતે આપવું તે સહિતની વ્યવસૃથા કરવી પડશે.

આ ઉપરાંત જીમમાં પણ માસ્ક પહેરવુું ફરજિયાત કરાયું છે તેથી કસરત કરતી વખતે માસ્ક પહેરીને કાર્ડિયો જેવી એક્સરસાઇઝ કેમ કરવી તેને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે કે આવા પ્રકારની એક્સસાઇઝમાં વાઇઝરનો ઉપયોગ કરી શકાય.

સાથે જ દરેક જિમ સંચાલકો અને મેમ્બરે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો રહેશે. દરેક વ્યક્તિનું પલ્સ ઓક્સિમિટરની મદદથી ઓક્સિજન ચકાસવામાં આવશે અને 95 ટકાથી ઓછુ હોય તેમને જીમમાં પ્રવેશ ન આપવો કે કસરત ન કરાવવી. ઓક્સિજનનું આ પ્રમાણ આવે તો હોસ્પિટલમાં પણ જાણ કરવી.

લાઇનમાં છ ફુટનું અંતર રાખવાનંુ રહેશે. યોગા ઇન્સ્ટિટયૂટમાં ચપ્પલ અને જુતાને બહાર કાઢવા પછી જ પ્રવેશ આપવો અને જો શક્ય હોય તો દરેક વ્યક્તિએ પોતાના જુતા અલગ પોતાની રીતે જ અલગ જગ્યાએ ગોઠવી રાખવા. દરેકના નામ અને સરનામા સાથે એન્ટ્રી વખતે નોંધણી કરવાની રહેશે. કોઇ પણ વસ્તુનો કસરત માટે ઉપયોગ કરતા પહેલા હાથને સેનિટાઇઝ કરવાના રહેશે. યોગાને ખુલ્લી જગ્યામાં જ કરવા તેવી સલાહ આપવામાં આવી છે.

Read Also

Related posts

કામની વાત/ આજથી લાગુ થઇ રહ્યાં છે આ ટ્રાફિકના આ નવા નિયમ, જાણો હવે પોલીસ રોકે તો શું કરશો

Bansari

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana

હવે ખાવાનું બનાવવુ અને ગાડીને ચલાવવું થઈ શકે છે સસ્તુ, મોદી સરકાર લઈ રહી છે આ મોટો નિર્ણય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!