GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

અનલોક-2 : કેન્દ્રની છૂટછાટ છતાં આ 7 કામ પર આવતીકાલથી લાગશે બેન

અનલોક-2

ભારતમાં અનલોકનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઇ ગયો છે. સરકારે આ માટે વિશેષ ગાઇડલાઇન પણ જારી કરી છે. નવી ગાઇડલાઇન મુજબ 31મી જુલાઇ સુધી સ્કૂલ-કોલેજોને બંધ રાખવામાં આવશે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને પેસેંજર ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવી શકે છે. આઠમી જુનથી ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળોને ખોલવાની જે છૂટ આપી હતી તે યથાવત રહેશે. જોકે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોઇ જ છુટછાટ નહીં રહે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે 31 જુલાઈ સુધી અનલૉક 2.0ની ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

અનલોક -1 નો સમયગાળો 30 જૂને સમાપ્ત થાય છે. અનલોક -2ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણી પ્રવૃત્તિઓમાં છૂટછાટ રહેશે પરંતુ પ્રતિબંધો સાથે. કન્ટેનમેન્ટ ઝોનમાં કડક અમલ રહેશે. જ્યારે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં છૂટ આપવામાં આવશે.

અનલોક-2
  • તમે નાઈટમાં લોન્ગ ડ્રાઇવ પર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો રોકાઈ જાઓ, નાઈટ કર્ફ્યૂનો સમય બદલાઈ ગયો છે અને સાથે રાતે 10થી સવારે 5 વાગ્યા સુધી રહેશે.
  • દોસ્તોની સાથે ફિલ્મ જોવા કે મોલમાં જવાની ઈચ્છા રાખો છો તો એવું નહીં કરી શકો. મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ જ રહેશે.
  • સ્કૂલ કોલેજ અને કોચિંગ સંસ્થા 31 જુલાઈ સુધી બંધ રહેશે.
  • મેટ્રો ટ્રેનોમાં પણ નહીં ફરી શકો કારણ કે અવલોક-2માં પણ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી, તે બંધ જ રહેશે.
  • જિમ જઈને ફેટ બર્ન કરવા ઈચ્છો છો તો તે શક્ય નથી. જિમ બંધ રહેશે. ઘરે વર્કઆઉટ કરો તે યોગ્ય છે.
  • ગરમીમાં સ્વીમિંગ પુલમાં કૂલ થવાનું વિચારી રહ્યા છો તો તમે એવું કરી શકશો નહીં.
  • થિએટર કે એેન્ટરટેનમેન્ટ પાર્ક જઈને દોસ્તો સાથે સમય વીતાવવા ઈચ્છે છે તો તમે એવું કરી શકશો નહીં. આ બંને ચીજો બંધ રહેશે.
  • એક દુકાને પાંચથી વધુ લોકોની છુટ આપવામાં આવી છે પણ ચોક્કસ માસ્ક જેવા નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.

સરકારે સિનેમા મોલ્સ, જીમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇન્મેન્ટ પાર્ક, થીયેટર્સ, બાર્સ વગેરેને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ખુલવાની છુટ નહીં આપવામાં આવે સાથે જ આ વિસ્તારમાં મેટ્રો પણ શરૂ નહીં કરવાનો નિર્ણય લીધો છે. આમ હજુ પણ અવલોક-2માં જ્યાં સામાન્ય પ્રજા એકઠી થતી હોય તેવા એક પણ સેકટરને હજુ મંજૂરી મળી નથી. 31મી જુલાઇ સુધી કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો યોગ્ય રીતે અમલ કરાવવામાં આવશે. રાત્રીનો કરફ્યૂ હવે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રહેશે. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દેશને સંબોધશે, તેમનું ભાષણ સાંજે ચાર વાગ્યે શરૂ થશે. જેમાં તેઓ વિવિધ મુદ્દાઓને લઇને વાતચીત કરશે.

Read Also

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!