GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

અનલોક-2ની ગાઈડલાઈન જાહેર : રાત્રે 10થી સવારે 5 સુધી રહેશે કર્ફ્યૂ

  • કર્ફયુ રાત્રે 10થી સવારે 5 સુધી રહેશે
  • 1 જુલાઈથી લાગુ થશે અનલોક-2
  • 31 જુલાઈ સુધી લાગુ રહેશે અનલોક-2
  • 31 જુલાઈ સુધી શાળા-કૉલેજ બંધ રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રાલયે આગામી 1 જુલાઇથી લાગુ થનારા અનલોક-2 માટે ગાઇડલાઇન જાહેર કરી છે. અનલોક-2નો સમયગાળો 1 જુલાઇથી 31 જુલાઇ સુધીનો રહેશે. કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન મુજબ દેશભરની તમામ શાળાઓ અને કોલેજો 31 જુલાઇ સુધી બંધ રહેશે. આ ઉપરાંત મેટ્રો રેલ, થિયેટર, જીમ, ક્લબ અને સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. અનલોક-2માં કર્ફ્યુનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. જે મુજબ હવે રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં વધુ કડકાઇથી લોકડાઉનનું પાલન કરવાનું રહેશે

કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં વધુ કડકાઇથી લોકડાઉનનું પાલન કરવાનું રહેશે. જો કે કન્ટેઇનમેન્ટ ઝોન બહાર તમામ વેપાર-ધંધાઓને મંજૂરી આપવામાં આવી છે. અનલોક-1ની જેમ અનલોક-2માં પણ તમામ પ્રકારના ધાર્મિક. રાજકીય અને સામાજિક મેળાવડાઓ પર પ્રતિબંધ યથાવત રહેશે. અનલોક-2ની ગાઇડલાઇન મુજબ 15 જુલાઇથી કેન્દ્ર અને રાજ્ય સરકારની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ કન્ટેઇનમેન્ટ ઝોન બહાર ખોલી શકાશે. જો કે તેમાં પણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરનું પાલન કરવાનું રહેશે.

હવાઈ મુસાફરી પર પ્રતિબંધો ચાલુ રહેશે.

તમામ પ્રકારની આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પર પ્રતિબંધો ચાલુ રહેશે. મેટ્રો સેવાઓ બંધ રહેશે. સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને આવા તમામ સ્થળો બંધ રહેશે. તમામ પ્રકારના સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો સંપૂર્ણ બંધ રહેશે.

સરકારે અનલોક-2.0 માં રાત્રી કર્ફ્યુનો સમય બદલી નાખ્યો

સરકારે અનલોક-2.0 માં રાત્રી કર્ફ્યુનો સમય બદલી નાખ્યો છે. હવે રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આ કર્ફ્યુ દરમિયાન, કટોકટી સેવાઓ સાથે સંકળાયેલા લોકો, આવશ્યક નોકરી સાથે સંકળાયેલા લોકો, શીફ્ટમાં કામ કરતા લોકો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા માલ સામાનની ફેરફેર કરતા લોકો, ખાલી અને લોડ કાર્ગો, બસ, ટ્રેન અથવા વિમાનથી મુસાફરી કરતા લોકો કે જેઓ પોતાના ગંતવ્ય સ્થળે જઈ રહ્યા છે તે સિવાય દરેકની આવન જાવન પર પ્રતિબંધ ચાલુ રહેશે.

મેટ્રોને પણ ચલાવવાની મંજૂરી મળી નથી

ગાઈડ લાઈન અનુસાર ઘરેલૂ ઉડાન અને પેસેન્જર ટ્રેન પહેલાથી સીમિત મંજૂરી આપી દેવાઈ છે. જો કે, તેનુ સંચાલનમાં હજૂ પણ વધારો કરવામાં આવશે. આ સાથે જ નાઈટ કર્ફુયની સીમામાં પણ ઢીલ આપવામાં આવી રહી છે. હવે નાઈટ કર્ફ્યુ રાતના 10 વાગ્યાથી લઈને સવારા 5 કલાક સુધી લાગૂ રહેશે.દિશાનિર્દેશ અનુસાર સામાજિક, ધાર્મિક અને રાજનીતિક સભાઓ પર પ્રતિબંધ રહેશે. આ સાથએ જ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પણ રોક રહેશે. સાથે શાળાઓ અને કોલેજ તથા કોચિંગ સંસ્થાઓ 31 જૂલાઈ 2020 સુધી બંધ રહેશે. તો વળી સિનેમા, જિમ અને મનોરંજનના પાર્ક પમ બંધ રહેશે. આ ઉપરાંત કન્ટેન્મેન્ટ ઝોનમાં સખ્તાઈ ચાલુ રહેશે. મેટ્રોને પણ ચલાવવાની મંજૂરી મળી નથી.

અમદાવાદમાં ઝડપી અને વધુ ટેસ્ટ માટે રેપિડ ટેસ્ટ કીટનો કરાશે ઉપયોગ

કોરોનાના ઝડપી અને વધુ ટેસ્ટ થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવશે. સોમવારે મ્યુનિસિપલ કમિશનર સાથે હેલ્થ ઓફીસરની બેઠક મળી હતી ત્યારબાદ દરેક ઝોનના હેલ્થ ઓફીસરની પણ બેઠક યોજવામાં આવી હતી જેમાં રેપિડ ટેસ્ટની વાત કરવામાં આવી છે.

સૂત્રોનું માનીએ તો અમદાવાદ કોર્પોરેશન દ્વારા 20,000 જેટલી રેપીડ કીટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. અને આગામી બે ત્રણ દિવસમાં તે અમદાવાદ આવી જશે. આ કીટ સ્વદેશી છે. ગોરેગાંવની એક કંપની દ્વારા આ કીટ બનાવવામાં આવી છે. દિલ્હીમાં તેનો સફળ પ્રયોગ કર્યા બાદ અમદાવાદમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ કરીને જે કન્ટેન્મેન્ટ વિસ્તારો છે ત્યાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરવા માટે આ કિટનો ઉપયોગ કરાશે.

READ ALSO

Related posts

વિશ્વમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત, પોઝીટિવ કેસોની સંખ્યા 1 કરોડ 32 લાખને પાર

pratik shah

શહેરનું વાડજ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, PSI મિશ્રા સામે એક મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

pratik shah

શૂળ (Corona)નો ઘા સોય (TB) થી ટળ્યો,76માં પકડાયો ક્ષયરોગ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!