GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

અનલોક-2 : અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે બસ સેવા, આ એસટી ડેપો હજુ રહેશે બંધ

રાજ્યમાં ST તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે બસ સેવા, ઉલ્લેખનીય છે કે 1 જુલાઇથી લાગુ થનારા અનલોક-2 માટેની ગાઇડલાઇન જાહેર કરી છે.જે અંતર્ગત સરકારે વેપાર-ધંધા તેમજ હોટલ અને રેસ્ટોરન્ટ શરૂ રાખવાની સમયમર્યાદા વધારી છે. અનલોક-2ની ગાઇડલાઇન મુજબ હવે રાજ્યભરમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.તો હોટલ અને રેસ્ટોરન્ટને પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ રાજ્યમાં પણ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. રાજ્યમાં જીવલેણ કોરોના મહામારીનાં કારણે ST બસનાં પૈડા થંભી ગયા હતા. પરંતુ હવે આવતીકાલથી ફરીથી રોડ પર દોડતા થઈ જશે ગુજરાત એસટીનાં પૈડા.

અમદાવાદ શહેરમાં આવતીકાલથી ST બસ સેવા શરૂ થશે

ઉલ્લેખનીય છે કે અનલોક-2 વચ્ચે અન્ય એક સમાચાર સામે આવ્યા છે જેમાં અમદાવાદ શહેરમાં આવતીકાલથી ST બસ સેવા શરૂ થશે. અમદાવાદ શહેરમાંથી 2325 એક્સપ્રેસ બસ શરૂ થશે. કોરોનાની મહામારી જોતા તંત્રએ એ પણ મહત્વનો નિર્ણય કર્યો છે કે ડેપો થી ડેપો બસ દોડશે રસ્તામાંથી કોઈ પેસેન્જર લેવામાં નહીં આવે. સાથે સાથે દરેક બસમાં 30 પેસેન્જર મુસાફરી કરશે, ST બસ સેવા રાબેતા મજબ શરૂ થતા ધંધા રોજગાર કામ અર્થે નિકળતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે.

  • આવતીકાલથી અમદાવાદમાં પણ શરૂ થશે ST બસ સેવા
  • આવતીકાલથી અમદાવાદથી 2325 એક્સપ્રેસ બસો શરૂ થશે
  • ડેપો થી ડેપો બસ દોડશે રસ્તામાંથી કોઈ પેસેન્જર લેવામાં નહીં આવે
  • તમામ ડેપો પર ગન અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરશે
  • અમદાવાદમાં રાણીપ, નરોડા અને નહેરુનગર ST ડેપોથી ઉપડશે બસ
  • ગીતા મંદિર ST ડેપો હજુ પણ રહેશે બંધ

કોરોનાની મહામારીમાં સમગ્ર રાજ્યમાં બસ શરૂ થશે માત્ર બીજા રાજ્યમાં બસ નહીં જાય

  • અત્યાર સુધી રાજ્યમાં 30 ટકા બસો ચાલુ હતી આવતીકાલથી એક્સપ્રેસ ચાલુ થતા 50 ટકા બસો દોડશે
  • એક્સપ્રેસ બસોનું અડવાન્સ બુકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે
  • 2 લાખ 75 હજાર લાભ લેતા હતા હવે કાલથી 5 લાખ મુસાફરો લાભ લેશે
  • દરેક બસમાં 30 પેસેન્જરની કેપિસિટી સાથે બસો ઉપડશે
  • આવતીકાલથી શરૂ થતી એક્સપ્રેસ બસ ઇન્ટરસ્ટેટ શરૂ નહીં કરાય
  • ઇન્ટરસ્ટેટના બુકિંગ માટે થઈ રહી ઇન્કવાયરી
  • રૂટિન દિવસોમાં ગુજરાતમાંથી રાજસ્થાન, MP અને મહારાષ્ટ્રમાં જતી હોય છે GSRTC
  • 150 જેટલી બસો નિયમિત ઇન્ટરસ્ટેટ મુસાફરી કરતી હોય છે
  • કોરોનાની મહામારીમાં સમગ્ર રાજ્યમાં બસ શરૂ થશે માત્ર બીજા રાજ્યમાં બસ નહીં જાય

ST તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી છે

ST તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી છે. જેમાં તમામ ડેપો પર થર્મલ ગન અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે. મુસાફરોનું તાપમાન પણ ચેક કરવામાં આવશે. અમદાવાદમાંથી રાણીપ, નરોડા અને નહેરુનગર ST ડેપોથી બસ ઉપડશે, ગીતા મંદિર ST ડેપો હજુ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીમાં સમગ્ર રાજ્યમાં બસ શરૂ થશે માત્ર બીજા રાજ્યમાં બસ નહીં જાય તેવો નિર્ણય પણ ST તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!