GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

લો બોલો! અમદાવાદની સ્ટાર હોટેલોમાં દારૂ ખરીદવા પરમીટધારકોની ભારે ભીડ, સ્ટાર હોટલોમાં વેઇટિંગ લિસ્ટ

રાજ્યમાં અનલોક પાર્ટ-૧ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે અનલોકન-1ના પ્રથમ દિવસે અમદાવાદ શહેર જાણે ફરી ધબકતું થયુ હતું તેમાંય છેલ્લાં અઢી મહિના બાદ સ્ટાર હોટલોમાં લિકરશોપના દરવાજા ખૂલતાં પરમીટધારકોએ હાશકારો અનુભવ્યો હતો. પરમીટધારકોએ લિકરશોપ પર દારૂ ખરીદવા ભીડ જમાવી હતી.સ્ટાર હોટલ પર પરમીટધારકોની ઇન્કવાયરીનો મારો જામ્યો હતો અને એક જ સવાલ પૂછાયો હતોકે, લિકરશોપ ખુલી છે કે નહીં.

સ્ટાર હોટલ પર પરમીટધારકોની ઇન્કવાયરીનો મારો જામ્યો

પરમીટધારકોની ભીડને પગલે હોટલમાં બેન્કવેટ હોલમાં સોશિયલ ડિસટન્સ સાથે બેસવાની સુવિધા કરવામાં આવી હતી.અન્ય રાજ્યમાં તો લિકરશોપ શરૂ કરી દેવામાં આવી હતી પણ ગુજરાતમાં લોકડાઉન પાર્ટ-૫ના અંત સુધી લિકરશોપ ખોલવા પર રાજ્ય સરકારે મનાઇ ફરમાવી હતી.ગુજરાતમાં ય લિકરશોપ શરૂ કરવા માંગ ઉઠી હતી. એટલું જ નહીં, હોટલ રેસ્ટોરન્ટ એસોસિશને ઓફ ગુજરાતે તો મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત સુધ્ધાં કરી હતીકે,અન્ય રાજ્યમાં લિકરશોપને છુટ અપાઇ હોય તો ગુજરાતમાં કેમ નહીં.

અમદાવાદની સ્ટાર હોટેલોમાં દારૂ ખરીદવા ભીડ જામી

  • લિકરશોપ પર પરમીટધારકોનું વેઇટિંગ લિસ્ટ
  • અઢી મહિનાને અંતે છુટ મળતાં પરમીટધારકોને હાશકારો, સ્ટારહોટલ પર ઇન્કવાયરીનો મારો જામ્યો
  • સોશિયલ ડિસ્ટન્સનુ પાલન માટે પરમીટધારકોને ટોકન અપાયા : વધારાના કાઉન્ટર મૂકવા પડયાં

સરકારની લીલીઝંડીને પગલે અનલોક-૧ના પ્રથમ દિવસે જ પરમીટધારકોએ સવારથી સ્ટાર હોટલ પર ઇન્કવાયરી કરવાનુ શરૂ કરી દીધુ હતું. હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાણીનુ કહેવું છેકે,રોજ ૨૦૦થી વધુ પરમીટધારકો અમને ફોન કરીને પૃચ્છા કરે છેકે,કયારે લિકરશોપ ખૂલશે. આજે પ્રથમ દિવસે પરમીટધારકો માટે બેન્કવેંટ હોલમાં સોશિયલ ડિસટન્સ સાથે બેસવાની સુવિધા કરવામાં આવી હતી.સામાન્ય રીતે ૩૧મી ડિસેમ્બર હોય ત્યારે હોટલમાં લિકરશોપ પર ભીડ જોવા મળે છે પણ આ વખતે લોકડાઉન બાદ આવી ભીડ જોવા મળી છે.

છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારે કેટલી પરમીટ આપી… 
વર્ષપરમીટ
2014-153075
2015-163660
2016-174495
2017-183840
2018-192444

લિકરશોપ પર પરમીટધારકોનું વેઇટિંગ લિસ્ટ

અમદાવાદ શહેરની તમામ સ્ટાર હોટલની લિકરશોપ પર ભીડ જામી હતી.સવારથી પરમીટધારકો લિકરશોપ પર પહોંચ્યાં હતાં. મોટાભાગની હોટલ પર પરમીટધારકોને ટોકન આપી દેવાયા હતાં જેથી ભીડ ન થાય. પરમીટધારકને નિયત સમય પર જ આવવા જણાવી દેવાયુ હતું. એટલું જ નહીં, પરમીટધારકોના વેઇટીંગ લિસ્ટને પગલે હોટલમાં બે બે કાઉન્ટર મૂકવા પડયા હતાં. અમદાવાદ શહેરમાં ૮થી વધુ સ્ટાર હોટલને દારૂના વેચાણની મંજૂરી આપવામાં આવી છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીએ માત્ર નામપુરતી જ રહી છે

આ ઉપરાંત શહેરમાં ૧૦ હજારથી વધુ લોકો દારૂની પરમીટ ધરાવે છે.યાદ રહે કે,ગુજરાતમાં પરમીટધારકોની સંખ્યા પણ દર વર્ષે વધી રહી છે. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીએ માત્ર નામપુરતી જ રહી છે.રાજ્ય સરકાર પણ દારૂબંદીના કડક નિયમોને લઇને સબ સલામતની આલબેલ પોકારે છેને બીજી બાજુ,વાઇબ્રન્ટ ગુજરાતના નામે વિદેશીઓને શરાબ પિરસી શકાય તે માટે સ્ટાર હોટલો-રિસોર્ટને દારૂના વેચાણ માટે પાછલા બારણે લાયસન્સ અપાઇ રહ્યાં છે.સૂત્રોના મતે,ગુજરાતમાં વર્ષ ૨૦૧૪માં માત્ર ૨૬ લિકરશોપ હતી જે વર્ષ ૨૦૨૦માં વધીને ૭૦ થઇ છે.માત્ર પાંચ-છ વર્ષમાં લિકરશોપની સંખ્યામાં અઢી ગણો વધારો થયો છે.આ એજ દર્શાવે છેકે,આરોગ્યના નામે પરમીટો પણ અપાઇ રહી છે અને લિકરશોપ પણ વધી રહી છે.ગુજરાતમાં આજે ૩૦ હજારથી વધુ પરમીટધારકો છે.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!