GSTV
Ahmedabad Trending ગુજરાત

અમદાવાદ / વટવા વિસ્તારમાં ઘટ્યો હત્યાનો અજુગતો બનાવ, ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉકેલ્યો ગુનાનો ભેદ

વટવા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો. જેમાં પત્નીની હત્યા કરનાર પતિની વટવા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.

  • વટવા વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા
  • પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે કરી ધરપકડ
  • પતિ મોહમદ જુનેદખાન પઠાણની ધરપકડ
  • પત્ની પર શંકા રાખી બ્લેડ મારી કરી હતી હત્યા
  • આરોપી પતિના કોરોના રિપોર્ટ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ

બનાવમાં એમ છે કે વટવામાં કુતબેઆલ્મ રો હાઉસમાં આજે વહેલી સવારે હત્યાનો બનાવ સામે આવ્યો. જેમાં એક મહિલાની હત્યા થઈ હોવાની માહિતી મળતા વટવા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે મહિલાની ગળાના ભાગે બ્લેડ મારી તેના જ પતિ હત્યા કરી ફરાર થઇ ગયો છે. જે ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી.

Man murders wife
પ્રતીકાત્મક તસ્વીર

પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક મહિલા તોફિયાબાનું અને જુનેદખાન પઠાણના લગ્ન 2013માં થયા હતા. જેમના 10 વર્ષના લગ્ન ગાળામાં તેઓને બે સંતાન પણ છે. જે પતિ પત્ની વચ્ચે ચાર દિવસ પહેલા કોઈ બાબતે ઝગડો થતા મહિલા તેના પિયર જતી રહી હતી. જોકે પતિ તેને ગત રોજ મનાવીને પરત ઘરે લઈ આવ્યો હતો. જોકે બાદમાં ફરી બોલાચાલી થતા પતિ જુનેદખાન પઠાણે તેની પત્ની તોફિયાબાનું જ્યારે બાથરૂમમાં હતી ત્યારે તેના ગળામાં ભાગે બ્લેડ મારી હત્યા કરી નાખી. અને પતિ ફરાર થઇ ગયો. જે ઘટનામાં પોલીસને આશંકા છે પત્ની પર શંકા રાખી પતિએ હત્યા કરી હોઇ શકે છે જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી.

હાલ તો ગણતરીના કલાકોમાં પોલીસે હત્યાના ગુનામાં આરોપી પતિને પકડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો. પણ જો આરોપી ફરાર થઇ ગયો હોત તો કદાચ પોલીસને તેને પકડવામાં ઘણા દિવસો લાગી ગયા હોત. જોકે પોલીસની સતર્કતાને લઈને આરોપી પતિને પકડવામાં સફળતા રહી અને ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV