GSTV
Home » News » નારણ કાકાનો એકડો ગયો ભૂસાઈ : ભાજપે કરી દીધી ગેમ, આશાબેનને આપી મોટી ભેટ

નારણ કાકાનો એકડો ગયો ભૂસાઈ : ભાજપે કરી દીધી ગેમ, આશાબેનને આપી મોટી ભેટ

ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને આશાબેન પટેલ ભાજપમાં આવ્યા બાદ ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મહેસાણા આસપાસના રાજકારણમાં કેટલાંક પાટીદાર નેતાઓ નો વર્ષોથી દબદબો રહ્યો છે.

ખાસ કરીને 2017માં આશાબેન પટેલ સામે ઊંઝાની બેઠક હારી જનારા નારણ પટેલ ઉત્તર ગુજરાતના રાજકારણમાં ખાસ્સુ વર્ચસ્વ ધરાવે છે. આથી જ આશાબેન પટેલની એન્ટ્રી થઈ એ સમયે પણ તેઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ દિલ્હી હાઈ કમાન્ડે લાલ આંખ કરતા તેઓ તાબે થઈ ગયા હતા પરંતુ હવે ઊંઝા એપીએમસી માથી પણ તેમનું કાપી નાખવાનો તખ્તો ભરાઈ જતા તેઓ ગુસ્સામાં આવ્યા છે, કારણકે રોજનું કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી ઊંઝા એપીએમસી માર્કેટ પર હાલમાં તેમનો કબજો છે, પરંતુ હવે ભાજપે આશાબેન કે તેમના કોઈ વિશ્વાસુને એપીએમસીના ચેરમેન બનાવવાનું નક્કી કર્યું છે.

પુત્ર ગૌરાંગ પટેલ મતદાન પણ નહીં કરી શકે

જેને કારણે ગઈકાલે ઊંઝા એપીએમસીની જાહેર થયેલી મતદારયાદીમાંથી પણ નારણકાકાના પુત્ર  ગૌરાંગ પટેલનું નામ પણ થઈ ગયું છે. જેને કારણે હવે ગૌરાંગ પટેલ મતદાન પણ કરી શકશે નહીં કે ચેરમેન પદ માટેની ઉમેદવારી પણ નોંધાવી શકશે નહીં મતદારયાદીમાંથી પોતાના પુત્રનું નામ ગુમ થવા અંગે નારણ કાકાએ ટીવી મીડિયા સમક્ષ એવો બળાપો કાઢયો છે કે મતદાર યાદીમાથી નામ દૂર કરવાના મુદ્દે મારી સાથે ભેદભાવ કરાયો છે અધિકારીઓને ગાંધીનગર બોલાવી મતદાર યાદી તૈયાર કરાઇ હતી.

ઉત્તર ગુજરાતના રાજકારણમાં હવે ભૂકંપ આવશે

બીજી બાજુ સચિવાલયના સૂત્રો જણાવે છે કે ભાજપે નારણકાકા તથા તેના પરિવારનું ઊંઝા એપીએમસીમાંથી પત્તુ કાપી નાખવાનો નિર્ણય કર્યો છે. જેથી જ ગૌરાંગ પટેલનું નામ મતદાર યાદીમાં નથી. આ બાબતને લઇને ઉત્તર ગુજરાતના રાજકારણમાં હવે ભૂકંપ આવી રહ્યો હોય એવી સ્થિતિ ઊભી થઈ છે. ઉંઝા એપીએમસીના ઈલેક્સનમાં ભાજપના તમામ કાર્યકર્તાઓની સહકારી મંડળીઓ સરકાર દ્વારા રદ્દ કારી દેતા આજે મહેસાણા જિલ્લાના ભાજપના શક્તિ કેન્દ્ર મિટિંગમાં હોબાળો અને કે. સી.પટેલ મહામંત્રી ઘ્વારા પોતાના વેવાઈ દિનેશ પટેલ અને આશા પટેલના સમર્થન વાળી ખોટી મંડળીઓનો સમાવેશ થતા કે. સી. પટેલનો મિટિંગમાં ભારે વિરોધ વ્યક્ત કરાયો છે.  નારાયણ કાકાના ચુસ્ત સમર્થકો ગૌરાંગ પટેલનું નામ મતદાર યાદીમાથી દૂર કરવાના મુદ્દે ભારે અફડાતફડી કરી હતી. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના રાજકારણમાં હજુ વધુ કડાકા-ભડાકા થઈ શકે છે.

Related posts

અરૂણ જેટલીનાં જીવન સાથે જોડાયેલી 10 ખાસિયતો, જે તેમને બનાવે છે સૌથી અલગ નેતા

Riyaz Parmar

PM મોદી-અમિત શાહ સહિત આ નેતાઓએ અરૂણ જેટલીના નિધન પર વ્યક્ત કર્યો શોક

Arohi

ગુજરાતની આ જગ્યાએ ગટરમાંથી ઉગાડવામાં આવશે ઘાસ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!