GSTV
Home » News » ઉંઝા APMCની ચૂંટણી પર આજે સમગ્ર ગુજરાતની નજર, ભાજપના જ બે જૂથો છે આમને સામને

ઉંઝા APMCની ચૂંટણી પર આજે સમગ્ર ગુજરાતની નજર, ભાજપના જ બે જૂથો છે આમને સામને

મહેસાણાના ઉંઝામાં આવેલા એશિયાના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડની આજે ચૂંટણી યોજાવવાની છે. ઉંઝા એપીએમસીની ચૂંટણી કોંગ્રેસમાંથીપક્ષપલટો કરીને ભાજપના ધારાસભ્ય બનેલા આશા પટેલ અને નારાયણ પટેલના જૂથ વચ્ચે નાકનો મુદ્દો બની ગયો છે. ત્યારે આ ચૂંટણી પર માત્ર એપીએમસીના વેપારીઓ તેની સાથે સંકળાયેલા ખેડૂતો જ નહી પરંતુ સમગ્ર ગુજરાતની નજર છે.પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ અને આશાપટેલના સર્થક દિનેસ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણીમાં 22 ઉમેદવારો મેદાનમાં છે. ખેડૂત વિભાગમાં 16 ઉમેદવારો અને વેપારી વિભાગમાંથી 6 ઉમેદવાર મેદાનમાં છે. આવતીકાલે આ ચૂંટણીનું પરિણામ આવવાનું છે.

narayan patel bjp

ઉંઝા એ.પી.એમ.સી ની ચૂંટણી પર સમગ્ર ગુજરાતની નજર છે. એપીએમસી પર રાજ કરવા ભાજપના બે જૂથો આમને સામને આવ્યા છે. ઉંઝા એપીએમસીની ચૂંટણીમાં એક જૂથ આશાબેન પટેલનું છે તો બીજું જૂથ નારાયણ પટેલનું છે. નારાયણ પટેલ માટે સંપૂર્ણ પેનલ બનાવી શક્ય નથી. જેમાં વેપારી વિભાગમાંથી 2 ઉમેદવારો જ તેમની તરફેણમાં ચૂંટણી જંગ ખેલી રહ્યા છે. જ્યારે ઉંજા વિધાનસભાએ આશાબેન પટેલને જીત અપાવી છે તેજ રીતે આ વખતે પણ ઉંજાં એ.પી.એમ.સીમાં આશા પટેલના સમર્થકો ની જીત થાય તેવા એંધાણ હાલમાં દેખાઈ રહ્યા છે.

નારાયણ પટેલે 25 વર્ષ ઉંજાં એ.પી.એમ.સીમાં રાજ કર્યું. ત્યારબાદ પુત્ર ગૌરાંગ પટેલ 8 વર્ષથી ચેરમેન છે. જ્યારે ભાજપમાં આવતાની સાથે જ આશા પટેલને ઉંજાની ટિકિટ આપવામાં આવી.

હવે ઉંજાં એ.પી.એમ.સીમાં આશા પટેલના સમર્થક દિનેશ પટેલને ચેરમેન બનવા માટે મોકળું મેદાન મળ્યુ છે. દિનેશ પટેલ ભાજપના પીઢ કાર્યકર અને ગુજરાત પ્રદેશના મહામંત્રી કે.સી.પટેલના વેવાઈ છે. જે આશાબેન પટેલને ભાજપમાં લાવ્યા હતા. તો સ્થાનિક રાજકારણની વાત કરવામાં આવે તો શિવમ રાવલ જે નારાયણ પટેલના જૂથમાં પહેલા હતા.

BJP MLA Naran Patel

પરંતુ પાલિકા પ્રમુખ બાદ તેમના આંતરિક ઝઘડાના કારણે હાલમાં તેઓ આશાબેન પટેલને જીત આપવા સહિત એ.પી.એમ.સીમાં દિનેશ પટેલને સપોર્ટ કરતા હાલમાં ભાજપના જ બે જૂથ ઉંજા એ.પી.એમ.સી માં દેખાઈ રહ્યા છે.

Read Also

Related posts

બનાસકાંઠા: ખેડૂતોમાં ભારે રોષ જોઈ અધિકારીઓ તેમની ચેમ્બરમાંથી ખુરશીઓ છોડી ભાગ્યા

Path Shah

જૂનાગઢ મહાનગરપાલિકા કબ્જે કરવા ભાજપે સૌરાષ્ટ્રભરમાંથી નેતાઓની ફોજ ઉતારી

Nilesh Jethva

નવસારી સિવિલ હોસ્પિટલના સર્જન દસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!